ધ્રોલ ગામમાં આવેલા એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થાનું વેચાણ કરાતું હોવાની કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ ગામમાં મુખ્યબજારમાં પટેલ સમાજની બાજુમાં આવેલી કામધેનુ એગ્રો સેન્ટર જંતુનાશક દવા તથા બિયારની દુકાનમાં BASF કંપનીની Priaxor નામની જંતુનાશક દવાની ડુપ્લીકેટ બોટલોનું વેચાણ કરાતું હોવાની કંપનીના કર્મચારી નીતિનકુમાર પટેલ દ્વારા પોલીસમાં જાણ કરાતા હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફએ તપાસ હાથ ધરતાં કામધેનુ એગ્રો સેન્ટરમાંથી રૂા. 3800ની એક એવી રૂા. 7600ની કિંમતની બે બોટલ બનાવટી દવાની મળી આવતાં કબ્જે કરી દુકાનદાર હસમુખ મગન પનારા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


