જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેરના ત્રણેય ડિવિઝન એ, બી અને સી હેઠળ વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ હતી. જેમાં એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ તથા પીએસઆઇ તેમજ સ્ટાફને સાથે રાખીને ડ્રાઈવ યોજાઇ હતી. આ મેગા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ શહેરના ઓશવાળ હોસ્પિટલ, એસ.ટી.રોડ, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, એરફોર્સ-1 રોડ, જકાત નાકા રોડ, તળાવ પાલ, ટાઉન હોલ અને વિક્ટોરિયા પુલ રોડ સહિત વિસ્તારો યોજાઇ હતી. જેમાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એ. ચાવડા, ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.પી.ઝા અને ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.બી.ડાબી સહિત સર્વેલન્સ ટીમના માણસો સાથે જોડાયા હતા.
View this post on Instagram


