Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકા નિર્મિત કુંડમાં ગણપતિ વિસર્જન કરવા કલેકટર, કમિશનર અને એસપીની અપીલ -...

મહાનગરપાલિકા નિર્મિત કુંડમાં ગણપતિ વિસર્જન કરવા કલેકટર, કમિશનર અને એસપીની અપીલ – VIDEO

​ ગણેશોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, અને પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે-સાથે નાગરિકોના જીવનું જોખમ ઘટાડવા શહેરીજનોને એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

​આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાગરિકોને જણાવાયું છે કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન નદી, તળાવ કે દરિયા જેવા કુદરતી જળાશયોમાં કરવાને બદલે મહાનગરપાલિકા દ્વારા ખાસ નિર્મિત કુંડમાં જ કરવું હિતાવહ છે.અને આ માટે નાગરિકો વિશાલ હોટલની પાછળ, પ્લોટ નં.98, ટી.પી.સ્કીમ નં-2 તથા સરદાર રિવેરા, લાલપુર બાયપાસ પાસે, રણજીત સાગર રોડ તરફ જતા માર્ગ ખાતે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જન કરે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- Advertisement -

નદીઓ અને દરિયા કિનારે વિસર્જન કરવા જતી વખતે લોકો અજાણતાં ઊંડા પાણીમાં જવાથી કે લપસી પડવાથી અકસ્માતનો ભોગ બને છે. આવા બનાવોમાં જીવ ગુમાવવાની શક્યતા પણ રહેલી છે.વધુમાં ​ગણેશજીની મૂર્તિઓ મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલયુક્ત રંગોથી બનાવવામાં આવે છે. જ્યારે આ મૂર્તિઓ કુદરતી જળાશયોમાં વિસર્જિત થાય છે, ત્યારે પાણીમાં રહેલા જીવો અને સમગ્ર જળચર ઇકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, આવા કેમિકલયુક્ત પદાર્થો જળ પ્રદૂષણમાં પણ વધારો કરે છે, જેના કારણે માનવ સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું થાય છે.

​આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં અલગ-અલગ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. આ કુંડનો ઉપયોગ કરવાથી પાણીનું પ્રદૂષણ અટકાવી શકાય છે અને સૌથી અગત્યનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.

- Advertisement -

​આગામી તહેવારની ઉજવણી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર અને કોઈપણ જાતના જોખમ વગર થાય તે માટે આ અપીલનું પાલન કરવું અનિવાર્ય છે.ગણેશોત્સવ એ શ્રદ્ધા અને ભક્તિનો પર્વ છે, પરંતુ સાથે જ પર્યાવરણ અને આપણા પોતાના જીવન પ્રત્યેની જવાબદારી સમજવી પણ જરૂરી છે.​આથી, નાગરિકોને અનુરોધ છે કે તેઓ આ અપીલને ગંભીરતાથી લે અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત વિસર્જન કુંડનો જ ઉપયોગ કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular