જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં ગોકુલધામ સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફે રેઇડ દરમ્યાન સતિષ રાજા સાગઠિયા, શાહનવાઝ મો.અબ્દુલ ખેરાણી, શાહરૂખ કાદર ખેરાણી, કારા ચના રાઠોડ, મનસુખ વાલા રાઠોડ, મૂળજી પાલા સાગઠિયા સહિતના 6 શખ્સોને રેઇડ દરમ્યાન રૂા. 70 હજારની રોકડ, રૂા. 40 હજારની કિંમતના છ મોબાઇલ સહિત કુલ રૂા. 1.10 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર તાલુકાના ગોપ ગામના વાડી વિસ્તારમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન કરશન મારખી ભાટુ, ઇશાક ગુલમામદ ઘુઘા, ભીખુ ભીમજી પરમાર, સંજય કરશન ચાવડા, ડાડુ મારખી બેરા, ભાયા ભીમશી ડાંગર નામના 6 શખ્સોને રૂા. 24,800ની રોકડ, રૂા. 30 હજારના એક બાઇક તથા રૂા. 20,500ના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 75,300ના મુદામાલ સાથે ઝડપી લઇ જામજોધપુર પોલીસને સોંપી આપ્યા હતા.
ત્રીજો દરોડો જામનગર શહેરના બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતાં આમદ ગફાર, સલીમ કરીમ જેડા, ગુલામ જુસબ ભગાડ, ફીરોઝ અબ્દુલ નોતિયાર, અનવર નૂરમામદ ખોડ, અનવર ઉર્ફે નઝીર કાસમ કક્કલ, કરીમ દાઉદ જેડા નામના સાત શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન રૂા. 19,710ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો જામનગર શહેરમાં હર્ષદ મિલની ચાલી પાછળ મહાવીરનગરમાં જાહેરમાં જુગાર રમતાં સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન આશિષ સુરેશ સોલંકી, મહેશ જેરામ ઢાંકેચા, અજય ઉર્ફે બબુ ઢાંકેચા, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કિશન પરમાર, જયેશ કિશોર સોલંકી, ભરત ઉર્ફે ભરતો શંકર નારોલા, ભાસ્કર ઉર્ફે ભાવેશ મધુકર ચૌહાણ, આશિષ ભરત વાઘેલા નામના આઠ શખ્સોને રૂા. 11,130ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. પાંચમો દરોડો જામનગર શહેરના જકાતનાકા પાસે રાજ રાજેશ્ર્વરી સોસાયટીમાં જુગાર રમતા બાબુ કારા જેપાર, રતીલાલ વેલજી રાજ્યગુરૂ અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન રૂા. 12,840ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


