Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર ડિવિઝન એસ.ટી.ને જન્માષ્ટમી તહેવારે રેકોર્ડ આવક - VIDEO

જામનગર ડિવિઝન એસ.ટી.ને જન્માષ્ટમી તહેવારે રેકોર્ડ આવક – VIDEO

જામનગરમાં જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન એસ.ટી.ને રેકોર્ડ તોડ આવક મળી છે. માત્ર પાંચ દિવસમાં જામનગર ડિવિઝનની એસ.ટી.એ રૂ. 2 કરોડથી વધુ આવક મેળવી છે.

- Advertisement -

આ વર્ષે તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા એસ.ટી. દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વધારાના બસ રૂટ્સ સાથે વધારાની બસો પણ મુકવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને સરળતા મળી અને સીધી અસર આવક પર જોવા મળી.

- Advertisement -

પાંચ દિવસની આવક (તારીખવાર)
14 ઓગસ્ટ (છઠ્ઠ) – રૂ. 38,16,681
15 ઓગસ્ટ (સાતમ) – રૂ. 37,75,309
16 ઓગસ્ટ (આઠમ) – રૂ. 36,54,037
17 ઓગસ્ટ (નોમ) – રૂ. 42,85,174
18 ઓગસ્ટ (દસમ) – રૂ. 45,87,652 (સૌથી વધુ)
કુલ આવક : રૂા. 2,01,18,853

ગયા વર્ષની તુલનામાં મોટો વધારો
ગયા વર્ષે (24થી 28 ઓગસ્ટ 2024) આ જ સમયગાળા દરમિયાન જામનગર ડિવિઝને રૂ. 1,29,91,537 આવક મેળવી હતી. આ વર્ષે આવકમાં રૂ. 71,27,316 નો વધારો નોંધાયો છે. એટલે કે, મુસાફરો દ્વારા બસ સેવાઓનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. આ આવક માત્ર જામનગર જ નહીં પરંતુ જામનગર ડિવિઝનની પાંચ ડેપો – જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકામાંથી મળીને નોંધાઈ છે.

- Advertisement -

દ્વારકા યાત્રાધામમાં જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના ફરો મુકાતા ભક્તોને મુસાફરીમાં સરળતા મળી હતી. વિભાગીય પરીવહન અધિકારી જીગ્નેશ ઈસરાણીએ જણાવ્યું કે, “તહેવારની રજાઓમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોવાથી આ વખતે એસ.ટી.ને રેકોર્ડ આવક મળી છે.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular