Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમિગ-21 ને આદરપુર્વક વિદાય : વાયુસેનાના વડાએ સ્કવોડ્રન લીડર પ્રિયા સાથે છેલ્લી...

મિગ-21 ને આદરપુર્વક વિદાય : વાયુસેનાના વડાએ સ્કવોડ્રન લીડર પ્રિયા સાથે છેલ્લી ઉડાન ભરી

ભારતીય વાયુસેનાના મિગ – 21 ને સન્માનજનક વિદાય આપી રહી છે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીતસિંહે બિકાનેરમાં મિગ-21 ની છેલ્લી ઉડાન ભરી હતી. જેનું નેતૃત્વ સ્કવોડ્રન લીડર પ્રિયા એ કર્યુ હતું. છ દાયકાની ભવ્ય સેવા પછી મિગ-21 ને 26 સપ્ટેમ્બર 2025 ના રોજ નિવૃત્ત થશે. આ વિમાન વાયુસેનાની પરંપરા અને આધુનિકીકરણનું પ્રતિક હતું, જેનો વારસો હંમેશા યાદ રહેશે.

- Advertisement -

ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં એક ગૌરવશાળી પ્રકરણનો અંત આવ્યો. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહે 25 સપ્ટેમ્બર 2025 ના રોજ મિગ-21 વિમાનમાં છેલ્લી ઉડાન ભરી. છ દાયકાથી ભારતીય વાયુસેનાના મિગ-21 ફલાઈંગ કોફિન જેવા નામોથી જાણીતું હતું.

- Advertisement -

1960 માં ભારતીય વાયુસેનામાં મિગ-21 સામેલ કરાયું હતું. જેને ટેકનિકલી મિકોયાન- ગુરેવિચ મિગ-21 તરીકે ઓળખાય છે. તે તેની હાઈસ્પીડ, લાઈટ ડિઝાઈન અને બેસ્ટ લડાઈ ક્ષમતાને કારણે પોતાની છાપ છોડી છે. તેને 1965, 1971, 1999 ના કારગિલ યુદ્ધ જેવા ઘણાં યુદ્ધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેણે ઘણો મહત્વનો ભાગ ભજવી જીત અપાવી હતી.

મિગ-21 એ સેવા દરમિયાન ઘણાં પડકારોનો સામનો કર્યો હતો. તકનિકી સમસ્યાના કારણે તેને ફલાઈંગ કોફિન ઉપનામ પણ મળ્યું પરંતુ, વાયુસેનાની કુશળતા અને પાઈલટ્સની હિંમતના કારણે દર વખતે તેને ખોટા સાબિત કર્યા તેનુંમાત્ર યુદ્ધમાં જ નહીં પરંતુ, રણનીતિ વિકાસમાં પણ મહત્વનું યોગદાન હતું. ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે બિકાનેરમાં મિગ-21 વિમાનની છેલ્લી ઉડાનમાં ભાગ લઇને તેને સન્માનજનક વિદાય આપી. જેમાં સ્કવોડ્રન લીડર પ્રીયાનું નેતૃત્વ હતું. ત્યારે ભારતીય વાયુસેના તેની જુની પરંપરાઓને જાળવી રાખીને નવી ટેકનોલજી અને સમાવેશી અભિગમ તરફ આગળ વધી રહી છે.

- Advertisement -

મિગ-21 હવે સ્વદેશી તેજસ, રાફેલ અને અન્ય આધુનિક વિમાનોએ બદલી નાખ્યું છે. આ નવા વિમાનો માત્ર ટેકનોલોજીની રીતે અદ્યતન નથી પરંતુ, વૈશ્વિક સ્તરે ભારતીય વાયુસેનાને વધુ મજબુત બનાવે છે. વાયુસેનાના હવે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ડ્રોન, કૃત્રિમ બુધ્ધિમતા અને અન્ય અદ્યતન તકનિકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેની વિદાય સાથે ભારતીય વાયુસનાએ એક યુગને અલવીદા કહ્યું પરંતુ, તેનો વારસો હંમેશા જીવંત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular