જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે આજે અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી વાતાવરણ વચ્ચે કમજોર બની ગયેલી એક જુની દિવાલ પળવારમાં ધરાશાયી થતાં દોડધામ મચી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં આવેલા કેટલાક મકાનોમા પાોની ફરી વળતા ભારે નુકસાન થયુ હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીના ટાંકા ભરતા પાણી છલાયું હતું અને દિવાલમાં રોકાઈ ગયેલું, જેના કારણે દિવાલ વધુ નબળી પડી હતી. ધરાશાયી થયેલી દિવાલના કારણે આસપાસના પાંચ જેટલા મકાનોમાં પુરની જેમ પાણી ઘુસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.
તે ઉપરાંત દિવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનો કચડાઈ ગયા હતા અને વાહન માલિકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.
ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગ, 108 ઈમરજન્સી સેવા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. બીદ જેસીબીની મદદથી કાટમાળ દુર કરી રસ્તો ખુલ્લોકરાયોહતો


