Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરએમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ એરીયા 10 વર્ષ માટે લીઝથી આપવાની મંજુરી

એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ એરીયા 10 વર્ષ માટે લીઝથી આપવાની મંજુરી

ફુડ શાખામાં ફુડ એનાલીસ્ટની જગ્યા અંગે પણ મંજુરી

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગઇકાલે યોજાઇ હતી. જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે આવેલ રાઇડ એરીયા 10 વર્ષ માટે લીઝ પર આપવા, ફુડ શાખામાં ફુડ એનાલીસ્ટની જગ્યા ઉભી કરવા સહિતની મંજુરી આપવામાં આવી હતી. ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ તળાવની પાળથી જંગલેશ્વર મહાદેવનો નવો રસ્તો આપવા બદલ કમિશનરને અભિનંદન આપ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક ગઇકાલે જામનગર મહાનગરપાલિકાના અટલ બિહારી વાજપાઇ ખાતે મેયર વિનોદભાઇ ખુમસુર્યાના અઘ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં તળાવની પાળેથી સાત રસ્તા અને જુની આરટીઓ કચેરીથી જંગલેશ્ર્વર મહાદેવ મંદિર વાળા નવા રસ્તાની સુવિધા આપવા બદલ ભાજપ તથા કોંગ્રેસના કોર્પોરેટરોએ કમિશનરને અભિનંદન આપ્યા હતાં. આ સામાન્ય સભામાં જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે આવેલ રાઇડ એરીયા 10 વર્ષ માટે લીઝ ભાડે આપવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં ફુડ શાખામાં ફુડ એનાલીસ્ટની જગ્યા ઉભી કરવા લાયકાત અને રેસીયો બાબતે કમિશનરની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી. સામાન્ય સભામાં સ્ટે.કમીટીના ચેરમેન નીલેશ કગથરા ઉપરાંત કોર્પોરેટર ગોપાલ સોરઠીયા, વિપક્ષીનેતા ધવલ નંદા, જેનમબેન ખફી, રાહુલ બોરીચા દ્વારા પણ વિવિધ મુદાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

સામાન્ય સભામાં ચર્ચા દરમિયાન વિપક્ષી કોર્પોરેટર અસલમ ખીલજીએ ટાઉનહોલના તોતીંગ ખર્ચના વિજીલીયન્સની તપાસ કરવા માંગણી કરી હતી. આ અંગે સીટી એન્જીનીયર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે ખર્ચમાં ચોકકસ વધારો થયો છે પરંતુ કામ નિયમ મુજબ થયું છે. ટાઉનનો ખર્ચ વધ્યો છે પરંતુ તેના તમામ બીલો ઉપલબ્ધ હોવાનું અન્ય ઇજનેર રાજીવ જાનીએ જણાવ્યું હતું. વિપક્ષી સભ્યો દ્વારા વધુ ટી.પી. સ્કીમ લાગુ કરાવવા માંગણી કરી હતી. જાડાની બે અને જામનગર મહાનગરપાલિકાની પાંચ ટી.પી. સ્કીમ જેમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં ડીપી કપાતની અમલવારી સાથે માંડવી ટાવરથી ખંભાળિયા ગેઇટ સુધી પણ અમલવારી કરાવવા માંગણી કરી હતી. આ સામાન્ય સભામાં મેયર વિનોદભાઇ ખુમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular