Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર તથા દ્વારકા જિલ્લા પોલીસ વડાની બદલી

જામનગર તથા દ્વારકા જિલ્લા પોલીસ વડાની બદલી

જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે ડો.રવિ મોહન સૈની તથા દ્વારકાના એસપી તરીકે જયરાજસિંહ વાળા મુકાયા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈએએસ કક્ષાના 104 ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડરોમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાયેલ બદલીના ઓર્ડરોમાં જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુની બદલી કરી સુરેન્દ્રનગર ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે ડો. રવી મોહન સૈનીની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેયને ભાવનગર ખાતે તેમજ અમદાવાદના અધિકારી જયરાજસિંહ વાળાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે છેલ્લા આશરે ત્રણ વર્ષથી ફરજ બજાવતા નિતેશ પાંડેયની બદલી ભાવનગર એસ.પી. તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના એસ.ઓ.જી. વિભાગના ડી.સી.પી. જયરાજસિંહ વી. વાળાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમી સરહદના સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.પી. નિતેશ પાંડેય દ્વારા તેમના કાર્યકાળ દ્વારા દરમિયાન અનેકવિધ મહત્વની કામગીરી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઓખા મંડળમાં વેપારીઓ સ્થાનિકોને ત્રાસ ગુજારી વ્યાપક રીતે પરેશાની સર્જતી આખી બિચ્છુ ગેંગને ઝડપી લઇ, તમામ સામે ગુજસીટોકના કાયદા તળે કડક કાર્યવાહી કરી, સ્થાનિકોને આવા તત્વોની હાલાકીમાંથી મુક્તિ અપાવી હતી.

આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેચાતા આયુર્વેદિક સીરપની આડમાં નુકસાનકર્તા સીરપના પ્રકરણના મૂળ સુધી પહોંચીને અનેક ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇતિહાસ માટે મહત્વનું બની રહેલું બેટ દ્વારકા તેમજ હર્ષદ ગાંધવી વિસ્તારનું મેગા ઓપરેશન ડિમોલિશન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરાવવામાં આવ્યું હતું. જેથી એક વર્ગ ખૂબ જ ખુશ થયો છે. અને જિલ્લા પ્રશાસનની કામગીરીને આવકારી છે. આ સાથે પોલીસ વિભાગમાં પણ તેમણે નિયમિતતા અને કાયદા પાલનની બાબત પર ભાર મૂક્યો હતો. આમ, આ છેવાડાના જિલ્લામાં એસ.પી. નિતેશ પાંડેયની આ કામગીરી ઐતિહાસિક બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular