જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ વીનુ માંકડની પ્રતિમા પાસે, ક્રિકેટ બંગલાની બાજુમાં જીલ્લા પંચાયત સામે જામનગર ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડે.મેયર ક્રિષ્નાબેન સોઢાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષીણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકા કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ, સાશક પક્ષના નેતા આશિષભાઈ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કક્નાણી, કોર્પોરેટરો ધીરેનભાઈ મોનાણી, ગોપાલભાઈ સોરઠીયા, જયેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઈ સભાયા, પાર્થભાઈ જેઠવા, આશાબેન રાઠોડ, મનીષભાઈ કટારીયા, કેશુભાઈ માડમ, સુભાષભાઈ જોશી, સરોજબેન વિરાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવો, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


