Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસએક મહિનો ઈસબગુલ ટ્રાય કરો પછી જુઓ કમાલ

એક મહિનો ઈસબગુલ ટ્રાય કરો પછી જુઓ કમાલ

ઈસબગુલ એ કુદરતી ફાઈબર છે. જે પ્લાન્ટાગો ઓવાટા નામના છોડના બીજમાંથી કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં પાચન સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે ત્યારે તે ઘણાં સ્વાસ્થ્ય લાભોના કારણે લોકપ્રિય છે. તેથી દરરોજ ઈસબગુલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

- Advertisement -

ઇસબગુલમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર ભરપુર માત્રામાં હોય છે જે મળને નરમ પાડે છે અને આંતરડાની ગતિ વધારે છે જે કબજિયાતમાં રાહત આપે છે તે આંતરડામાં હાજર સારા બેકટેરિયાને પ્રોત્સાહન આપે છે જે પાચનમાં સુધારો કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ છે જેનાથી ભુખ ઓછી લાગે છે અને ચયાપચય વધારીને કેલેરીબર્ન કરવામાં મદદ કરે છે.

- Advertisement -

કોલેસ્ટ્રોલ ઘટાડે છે તે શરીરમાંથી LDL શોષીને HDL નું સ્તર વધારીને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

ઈસબગુલ ખાવાથી કાર્બોહાઈડે્રટ્સ શોષવાની પ્રક્રિયા ધીમી પડે છે. જેના કારણે બ્લડ સુગરનું સ્તર અચાનક વધતુ નથી, ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે.

- Advertisement -
  • આંતરડાની દિવાલોને મજબુત બનાવે છે અને બળતરા ઘટાડે છે.
  • ઈસબગુલ બ્લડ પ્રેશર ઘટાડીને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
  • કેટલાંક અભ્યાસો મુજબ સાયલિયમ કોલોન કેન્સરનું જોખમ ઘટાડે છે.
  • દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે એક ચમચી ઈસબગુલ લઇ શકો છો.
  • તેને દૂધમાં ભેળવીને પણ લઇ શકાય છે.
  • તેને દહીં સાથે ભેળવીને પણ લઇ શકાય છે.
  • પુષ્કળ પાણી સાથે સાયલિયમ લેવું ખુબ જ મહત્વપુર્ણ છે.
  • સાયલિયમનું વધુ પડતુ સેવન પેટમાં દુ:ખાવો, ગેસ અને કબજિયાત થઈ શકે છે.

જો તમે કોઇ બીમારીથી પીડિત છો તો ડોકટરની સલાહ લેવી.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular