Friday, December 5, 2025
Homeવિડિઓકાલાવડની સોનીની દુકાનમાં લાખોના દાગીના કેવી રીતે મહિલાએ ચોરી કર્યા ? જુઓ...

કાલાવડની સોનીની દુકાનમાં લાખોના દાગીના કેવી રીતે મહિલાએ ચોરી કર્યા ? જુઓ સીસીટીવી

કાલાવડના મંગલમ જવેલર્સમાં અંદાજિત 6 લાખના દાગીનાની ચોરી, મહિલા આરોપી CCTVમાં કેદ

- Advertisement -

જામનગર જીલ્લાના કાલાવડ શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલ મંગલમ જવેલર્સ દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અજાણી મહિલા દ્વારા દુકાનદારની નજર ચૂકવી દાગીના ચોરી જવામાં આવ્યા છે.

- Advertisement -

આ સમગ્ર ઘટનાક્રમ દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયો છે. ચોરીનો આંક અંદાજિત છ લાખ રૂપિયાના દાગીનાનો હોવાનું કહેવાય છે.ગ્રાહક બનીને આવેલી બુકાનીધારી મહિલાએ તક મળતા જ દાગાની ભરેલ બોકસને છુપાવીને મેળવીને રફુચક્કર થઈ ગઈ હતી.

પોલીસએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે તથા CCTV ફૂટેજના આધારે મહિલા ચોરની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને લઈને ભય અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular