Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારધરમપુર ગામમાં ખેતરમાં દારૂનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબી ત્રાટકી -...

ધરમપુર ગામમાં ખેતરમાં દારૂનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબી ત્રાટકી – VIDEO

4668 ઈંગ્લીશ દારૂની બોટલ અને 2760 નંગ બીયરના ટીન સાથે બે શખ્સો ઝડપાયા : ટ્રક સહિતના સાત વાહનો અને દારૂ મળી કુલ રૂા. 1.28 કરોડનો મુદામાલ કબ્જે : દારૂનો જથ્થો મંગાવનાર અને લેનાર ત્રણ-ત્રણ સહિત 12 શખ્સોની સંડોવણી ખુલી : એલસીબી દ્વારા 14 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં થતાં ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે એલસીબીની ટીમએ ત્રાટકીને રૂા. 62.68 લાખની કિંમતનો દારૂનો તથા રૂા. 6,07,000ની કિંમતનો બીયરનો જથ્થો મળી કુલ રૂા. 1,28,90,000ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ 14 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

શ્રાવણ માસમાં એકતરફ મહાદેવની ભક્તિમાં ભક્તો લીન થઇ ગયા છે. ત્યારે બીજીતરફ જિલ્લામાં પવિત્ર માસમાં દારૂનો વિશાળ જથ્થો ઘૂસાડી દેવામાં આવ્યો હોવાની એલસીબીના દિલીપભાઇ તલાવડિયા, કાસમભાઇ બલોચ, યુવરાજસિંહ ઝાલા, મયૂરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

- Advertisement -

એલસીબી દ્વારા રેઇડ દરમ્યાન ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલી અજય ધીરૂ રાઠોડના ખેતરમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ ચાલતા સ્થળે ટીમએ રેઇડ દરમ્યાન ચેતન હરજી પરમાર (રહે. ગુલાબનગર, જામનગર), સંજય કારા આસુન્દ્રા (રહે. કોળીવાસ, જામનગર) નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા. 62,68,800ની કિંમતની ઇંગ્લીશ દારૂની જુદી જુદી બનાવટની 4668 બોટલ દારૂ અને રૂા. 6,07,200ની કિંમતના ઇંગ્લીશ દારૂના 2760 નંગ બીયરના ટીન તથા રૂા. 60 લાખની કિંમતના ટ્રક સહિતના સાત વાહનો તેમજ રૂા. 15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા. 1,28,91,000ની કિંમતના મુદામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં અજય ધીરૂભાઇ રાઠોડ (વાડીમાલિક), આકાશ કોળી (દારૂ મંગાવનાર), મોસીન મુસ્લીમ (દારૂ મંગાવનાર), મહમદ ઇકબાલ (દારૂ મંગાવનાર), પુષ્પા (દારૂ લેનાર), સન્ની (દારૂ લેનાર), લાખાભાઇ કોળી (દારૂ લેનાર), બંટી મુસ્લિમ (કારચાલક), ટીસી ટ્રક નંબર એનએલ01-કે-9005નો ચાલક, બોલેરો પીકઅપ વાન નંબર જીજે10-ટીવી-2010નો ચાલક, બોલેરો મેક્સ નંબર જીજે10-ટીવાય-1314નો ચાલક, અશોક લેલન બડા દોસ્ત નંબર જીજે10-ટીવાય2954નો ચાલક સહિત 12 શખ્સોના નામ ખુલ્યા હતા. પોલીસે 14 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કુલ રૂા. 1,28,91,000ના મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular