દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌમાંસના કિસ્સામાં મોટી કાર્યવાહી સામે આવી છે. જામખંભાળીયા તાલુકાના સલાયા રોડ પર એનિમલ કેર ટીમે એક એક્ટીવા સ્કૂટર પર સવાર પતિ-પત્નીને અટકાવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્કૂટરમાંથી આશરે 27 કિલોગ્રામ ગૌમાંસ તથા ગૌઅવશેષો મળી આવ્યા હતા. આંકડાઓ બહાર આવતા તુરંતજ બંને મુસ્લિમ પતિ-પત્નીને જામખંભાળિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે વધુ ઝીણવટભરી તપાસ ચલાવી હતી. જે દરમિયાન ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામે શંકાસ્પદ સ્થળેથી વધુ ગૌઅવશેષો મળી આવ્યા હતાં.
View this post on Instagram
પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓને દબોચી લીધા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. મળેલ ગૌમાંસ અને અવશેષોને કાયદેસર રીતે અવાવરુ સ્થળે ખાડો ખોદી નષ્ટ કરવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસ દરમિયાન ગૌમાંસનો ખુલાસો થતા હિન્દુ સંસ્થાઓ અને સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ગુનામાં વધુ લોકો સંડોાયેલા હોવાની શક્યતાઓ છે.


