Friday, December 5, 2025
Homeરાજ્યહાલારનંદપુરના ખેતરમાંથી જુગાર રમતા સાત ખેલંદાઓ ઝડપાયા

નંદપુરના ખેતરમાંથી જુગાર રમતા સાત ખેલંદાઓ ઝડપાયા

પોલીસે રૂા. 1,07,500નો મુદામાલ કર્યો કબ્જે : બેડેશ્વરમાંથી ચાર મહિલા સહિત પાંચ શખ્સો જુગાર રમતાં ઝબ્બે : મોબાઇલ એપ્લીકેશનમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગર તાલુકાના નંદપુર ગામથી નવા વીરપર ગામ જવાના માર્ગ પર આવેલા ખેતરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બેડેશ્વરમાંથી તીનપત્તીનો જુગાર રમતાં ચાર મહિલા સહિતના પાંચ શખ્સોને પોલીસે રૂા. 1210ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના નંદપુર ગામથી નવા વીરપર ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ખેતરના માલિક નિલેશ પ્રેમજી ચાંગાણી, રસિક હીરા ઘાડિયા, રમેશ ગોવિંદ મુંગરા, હરસુખ દેવજી મુંગરા, દિનેશ દેવા ચીરોડિયા, નિકુંજ પ્રફૂલ્લ ટંકરિયા, કાંતિ લીંબા ઉમરેટિયા નામના સાત શખ્સોને રેઇડ દરમ્યાન રૂા. 54,500ની રોકડ રકમ અને રૂા. 53 હજારની કિંમતના 6 નંગ મોબાઇલ અને ગંજીપતા મળી કુલ રૂા. 1,07,500ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારનો બીજો દરોડો જામનગર શહેરમાં ગીતા લોજ પાસે જાહેરમાં મોબાઇલ એપ્લીકેશનમાં મેચ તથા કેસિનોમાં સોદા પાડી જુગાર રમાડતાં અલ્પેશ રમેશ જોઇસર નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 1530ની રોકડ અને રૂા. 2 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 3530ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતાં જવાઝ કરીમ લમધા અને ચાર મહિલાઓ સહિત 6 શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રૂા. 1210ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી તી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular