જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા આગામી દિવસોમાં આવતા તહેવારોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેને તકેદારીના ભાગરૂપે તેમજ જિલ્લામાં થઇ રહેલી ગુનાખોરી ડામવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની અઘ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, લાલપુર એએસપી પ્રતિભા, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી આર. બી. દેવધા તથા ડીવાયએસપી વી. કે. પંડયા અને શહેરના તથા જિલ્લાના પીઆઇ અને પીએસઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


