Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરભાઇના વિયોગમાં રંગમતિ નદીમાં ઝંપલાવી બહેનનો આપઘાત

ભાઇના વિયોગમાં રંગમતિ નદીમાં ઝંપલાવી બહેનનો આપઘાત

એક વર્ષ પહેલાં ભાઇનું અવસાન થયું : ખોટા વિચારો આવતાં મહિલાએ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પરના રહેણાંક વિસ્તારમાં રહેતા મહિલાના ભાઇનું એક વર્ષ પહેલાં અવસાન થયું હોય તેથી ખોટા વિચારોના કારણે રંગમતિ નદીના પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નંબર નવમાં રહેતાં રમિલાબેન હરેશભાઇ કોઠિયા (ઉ.વ.45) નામના મહિલા ગત્ તા. 20ના રોજ સવારના સમયે તેના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ મહિલાનો મૃતદેહ રંગમતિ નદીના પાણીમાંથી મળી આવ્યાની જાણના આધારે ફાયર ટીમએ સ્થળ પર પહોંચી જઇ નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે એએસઆઇ એસ. આર. બાબરિયા તથા સ્ટાફએ મૃતદેહની ઓળખ મેળવતા મૃતકના પતિ હરેશભાઇ કોઠિયા દ્વારા ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરતાં મહિલાના ભાઇનું એક વર્ષ અગાઉ અવસાન થયું હોય જેથી મહિલાને અવારનવાર ખોટા વિચારો આવતા હોવાના કારણે રંગમતિ નદીના પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યાનું પોલીસના પ્રાથમિક તારણમાં ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular