Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવાગુદડ નજીકથી ઇકો કારમાં દારૂના ચપલા સાથે ત્રણ પરપ્રાંતિય ઝડપાયા

વાગુદડ નજીકથી ઇકો કારમાં દારૂના ચપલા સાથે ત્રણ પરપ્રાંતિય ઝડપાયા

ધ્રોલ પોલીસે 220 નંગ ચપલા કબ્જે કર્યા : રૂા. 2.58 લાખનો મુદામાલ કબ્જે : નાઘેડીમાં મકાનમાંથી દારૂની બોટલો સાથે શખ્સ ઝબ્બે : દારૂ અને મોબાઇલ તથા બાઇક સહિત રૂા. 71,464નો મુદામાલ કબ્જે કરતી એલસીબી

જામનગર જિલ્લાના વાગુદડથી ધ્રોલ તરફ જવાના માર્ગ પર ઇકો કારમાં દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી ઇકો કારને આંતરી રૂા. 58 હજારની કિંમતના 220 નંગ ચપલા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જામનગર એલસીબીએ નાઘેડી ગામમાં મકાનમાંથી 24 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ દારૂની બોટલો, મોબાઇલ ફોન, મોટર સાયકલ સહિત કુલ રૂા. 71,464નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો વાગુદડ ગામથી ધ્રોલ તરફ જવાના માર્ગ પર ઇકો કારમાં અમુક શખ્સો દારૂની હેરાફેરી કરતાં હોવાની હે.કો. જે. કે. દલસાણિયા, જે. ડી. ગોગરા, પો.કો. ભગીરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ. વી. રાઠોડ, હે.કો. જે. કે. દલસાણિયા, જે. ડી. ગોગરા, પો.કો. ભગીરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની જીજે10-સીજી-3529 નંબરની ઇકો કાર પસાર થતાં આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 58,080ની કિંમતના ઇંગ્લીશ દારૂના 220 નંગ ચપલા મળી આવતાં પોલીસે રૂા. 2 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 2,58,080ના મુદામાલ સાથે મઘ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના લીલેશ રણશી બામનિયા, મેરૂ નરસિંગ બામનિયા અને અરવિંદ રૂપશી પસાયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર તાલુકાના નાઘેડી ગામમાં માધવ રેસિડેન્સી-1માં એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો સંતાડાયો હોવાની બાતમી એલસીબીના યુવરાજસિંહ ઝાલા, મયૂરસિંહ પરમારને મળી હતી. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન સિદ્ધરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણના મકાન તથા એક્ટિવા મોટર સાયકલમાંથી રૂા. 16,464ની કિંમતની 24 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો, રૂા. 15 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 40 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ સહિત કુલ રૂા. 71,464નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular