Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર : આગામી સાત દિવસ ભારે...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર : આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજયના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજય પર મોનસુખ ટ્રક અને સાયકલોનિક સકર્યુલેશન સક્રિય થતાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીનો ચાલુ વર્ષે કુલ સરેરાશ 53.39 ટક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝયનમાં 63.35 ટકા દક્ષિણ ગુજરાત 56.37 ટકા ઉતર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 52 થી વધુ અને પૂર્વમધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજયમાં સારા વરસાદના પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4.8 ઇંચ, તળાજામાં 3.1 ઇંચ અને તલોદમાં 2.7 ઇંચ વરસાદ પડયો છે. જયારે અન્ય તાલુકાઓમાં તાલાલામાં 3.11 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ, વઢવાણમાં 2.9 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્ર્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોર 1.30 ઇચ અને ઘોઘામાં 1.30 ઇચ વરસાદ નોંધાયો છે. જયારે રાજકોટના જામકંડોરણામાં 0.6 ઇચ, કોટડા સાંગાણીમાં 0.43 ઇચ, લોધિકામાં 0.4 ઇચ, રાજકોટમાં 0.3, જામનગર જિલ્લામાં નીકાવા 16. મી.મી., નવાગામમાં 15 મી.મી.,જામજોધપુર તાલુકાના સમાણામાં 8 મી.મી., શેઠવડાળામાં 4 મી.મી., લાલપુર પીપરટોડામાં 3 મી.મી., પડાણામાં 5 મી.મી., ભણગોરમાં 2 મી.મી., મોડપરમાં 3 મી.મી., હરિપરમાં 8 મી.મી., જામનગરમાં 0.2 કાલાવડ તથા લાલપુરમાં અડધો અડધો ઇંચ, આમ જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંખ, ખેડા, દાહોદ, મહી સાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ તો અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાશે. વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાને રાખીને માછીમારોઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular