આજકાલની જનરેશન ખૂબ જ તેજ છે તેમને કશુય શિખડાવવું પડે તેમ નથી તેમાં પણ મોબાઇલ કે ટેબલેટ હોય તો કશું પણ કહેવા જેવું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાનકડી કયુટ ગર્લનો વીડિયો વાયરલ થયો હતો જેને જોઇને લોકો પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામમાં suryasoni_rana_official એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક મહિલા તેની પુત્રીને પુછી રહીછ ે કે આ ગેમ એપ કેવી રીતે ડિલીટ કરવી ત્યારબાદ તેના રિપ્લાયમાં નાની દિકરી તેની માતાને શિખવે છે અને સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આજની પેઢી ખૂબ જ સ્માર્ટ બની ગઇ છે ખાસ કરીને ટેકનોલોજીને દ્રષ્ટિએ. આજે લગભગ દરેક ઘરમાં તમને બાળકના હાથમાં ફોન કે ટેબ્લેટ જોવા મળે છે. પહેલાંથી જ બાળકો ઈલેકટ્રોનિક ઉપકરણોના ઉપયોગમાં તેઓ એકસપર્ટ બની ગયા છે.
આ વીડિયોમાં માતાએ તેની પુત્રીને પુછયું કે, તુ ગેમ એપ કેવી રીતે ડિલીટ કરે છે પછી તેણે કહ્યું કે, કોઇ નવી ગેમ ઈન્સ્ટોલ ના કર નહીંતર પપ્પા તને ડિલીટ કરી દેશે. ત્યારે દિકરીએ તેણે હાથમાં ટેબ્લેટ પકડીને તેની માતાને ખૂબ જ સુંદર રીતે કહ્યું કે, ગેમ એપને દબાવતા રહેવું અને પછી તેને ડિલીટ કરવું. જ્યારે માતાએ પુછયું કયું કાઢી નાખો. ત્યારે દિકરીએ કહ્યું કે, ડસ્ટબીન દબાવો. જે સામે છે તે દુર થઇ જશેે. માતાએ ફરી પુછયું કે, પપ્પાને ખબર નહીં પડે કે ગેમ ડિલીટ કરી છે તો બાળકીએ તરત ‘ના’ નો જવાબ આપ્યો છે. અને બાળકીએ કહ્યું કે હવે મને ગેમ ડાઉનલોડ કરવા દો રમવા દો.
નાની દિકરી માતાને શિખવે છે તે દ્રશ્ય ખૂબ જ મનમોહક છે. તો વળી તેની માસુમીયત પણ લોકોના દિલ જીતી ગઇ છે. કેટલાંય લોકો ટિપ્પણી કરીને નાની બાળકીને સ્માર્ટનેસને વખાણી રહ્યા છે તો કેટલાંક આજની ટેકનિકલ પેઢીની વાત કરી રહ્યા છે.


