Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવાહ... જલસા છે હો બાકી.... આ વાંદરા ભાઈની મોજ તો જુઓ... -...

વાહ… જલસા છે હો બાકી…. આ વાંદરા ભાઈની મોજ તો જુઓ… – VIRAL VIDEO

સોશિયલ મીડિયા એ ફની વીડિયોનો ખજાનો છે. અહીં તમને લગભગ દરેક ક્ષેત્રના જુદી જુદી પ્રકારના ફની વીડિયો મળી રહેશે. ત્યારે તાજેતરમાં એક વાંદરાભાઈનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે વીડિયો જોઇને એક વખત મોઢામાંથી એમ બોલાઈ જ જાશે કે વાહ… જલસા છે હો બાકી… વાંદરાભાઈના ઠાઠ માઠ જોઇને કોઇને પણ ઈર્ષા આવે તેવો આ વીડિયો છે.

 

View this post on Instagram

 

A post shared by Monkey Club (@monkey.clubs)

- Advertisement -

પ્રાણીઓને લઇને સોશિયલ મીડિયા ખૂબ જ એકટીવ છે અહીં વન્ય જગતના અવનવા વીડિયો જોવા મળે છે ત્યારે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર monkey.clubs દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જોઇ શકાય છે કે, એક વાંદરો જમીન પર આરામથી પડયો છે. તેણે કપડા પણ પહેર્યા છે. જેમાં તેને આજની કમ્ફર્ટઝોન વાળી શર્ટ અને શોર્ટસ વાળી જોડી પહેરી છે અને તેના હાથમાં મોબાઇલ છે. તે આરામથી પોાના મોબાઇલમાં વ્યસ્ત છે. માથા નીચે ઓશીકુ રાખીને વાંદરાભાઈ ફોનમાં એવા તે મશગુલ છે. પગ ઉપર પગ ચડાવીને મોબાઇલ જોયા કરે છે.

- Advertisement -

આજકાલ મોબાઇલનો ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો પોતાની આસપાસના લોકોને ઇગ્નોર કરીને સતત મોબાઇલમાં વ્યસ્ત રહે છે. ત્યારે અત્યાર સુધી આ આદત ફકત માણસોમાં જોવા મળતી હતી પરંતુ આ વીડિયો જોયા પછી મોબાઇલની તાકાતનો અંદાજો આવી રહ્યો છે કે, કેવી રીતે તે સતત ફકત માણસોને જ નહીં પરંતુ, પ્રાણીઓને પણ વ્યસ્ત રાખી રહ્યા છે. એકદંરે આ વીડિયો જોઇને કોઇને પણ એમ થાય છે કે, આપણે પણ આવી રીતે બધી જવાબદારી અને ભાર સાઈડ પર મુકીને આરામથી મોબાઇલમાં વ્યસ્ત રહી શકીએ. ત્યારે બીજી બાજુ એ પણ ચિંતા થઈ રહી છે કે, મોબાઇલે કેવી રીતે દરેકને પોતાના ગુલામ બનાવી લીધા છે. આ રમુજી વીડિયોમાં વાંદરાભાઈ પણ રિલ્સ જોવામાં મસગુલ છે.

સામાન્ય રીતે વાંદરાઓ દોડતાને કુદતા મારતા જોવા મળે છે પરંતુ, શું તમે કયારેય વાંદરાને આરામ કરતા કે ફોનનો ઉપયોગ કરતા જોયા છે…? આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે અને જુદી જુદી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular