Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરબહુચર્ચિત યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા લીમીટેડ ઘૂંટણિયે પડી...

બહુચર્ચિત યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા લીમીટેડ ઘૂંટણિયે પડી…

છેલ્લા અઠવાડીયાથી યુનિક મર્કેન્ટાઈલ ઇન્ડયા લીમીટેડ અને યુનિક સ્વયમ મલ્ટી સ્ટેટ પરપઝ કો-ઓપરેટીવ સોસાયટી સામે નગરના જુદા-જુદા જાગૃત નાગરિકો (1) જીતેન્દ્ર વી. કરગથરા (સિવીલ એન્જીનીયર) (2) અવધ (જામનગર) ફ્લેટ ઓનર્સ એસોસિએશન (3) જાણીતા તબીબ ડો. મિલન આર. પંડયા તથા (4) શિક્ષીકા બીના એચ.ભટ્ટના ઓએ જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા તેઓની સમગ્ર ટીમ મારફત છેડેલ કાનૂની જંગ શહેરના કોઈપણ ખૂણે છાની રહેલ નથી. અલબત્ત, એ હકીકત પણ છુપાયેલ નથી કે, તખ્તાણી એ યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા લી., ને તા.03.07.2025 ના રોજથી પાઠવેલ ઈ-નોટીસ ના પગલે કંપની દ્વારા ગણતરીના દિવસોમાં જ અમુક ખાતાઓમાં “પેમેન્ટ રીલીઝ” કરવાની ફરજ પડેલી. જયારે બાકી રહેતા ખાતાઓ સબબની વકીલ તખ્તાણી એ તા. 15.07.2025 ના રોજની “વિરેચક” એવી સેકન્ડ નોટીસની પાઠવણી બાદ ગણતરીની એકાદ કલાકમાં જ અન્ય એક ખાતામાં પાર્ટ-પેમેન્ટ” રીલીઝ કરવાની કંપનીને ફરજ પડયા બાદના તુરત ના જ બીજા દિવસે તા. 17.07.2025 ના રોજ બાકીની રકમ ચૂકવી યુનિક કંપનીએ ખાતું “નીલ” કરવું પડેલું.અંતત: ગઈકાલે તા. 17.07.2025 ના રોજ કલાક 17:00 આસપાસ જાણીતા સિવીલ એન્જીનીયર જીતેન્દ્ર કરગથરા ની તમામ “મેચ્યોરીટી” ની ડુબતી કહી શકાય તેવી પૂરેપૂરી રકમ અંદાજીત પોણા ત્રણ લાખ રૂપિયા પોતાના ખાતામાં પરત મેળવતા રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી મારફત યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા લીમીટેડ કંપનીના કંપની સેક્રેટરી તથા જવાબદાર એવા હસમુખ ડોડીયાને ઈ-નોટીસ પાઠવી 07 જુલાઈ 2025 સુધીમાં રોકાણકારોના નાણાં અંદાજીત 13 લાખ જેવી રકમ પરત ચૂકવવા વિકલ્પે, એફ.આઈ. આર. – પોલીસ ફરીયાદ રજીસ્ટર કરાવવા અરજન્ટ / તાકીદની નોટીસ પાઠવ્યા બાદ જામનગરના જાણીતા તબીબ મિલન આર. પંડયા તથા એક શિક્ષીકા બીના એચ. ભટ્ટ પણ પોતાની થાપણોની વસુલાતના આ કાનૂની જંગમાં જોડાતા મામલો રૂા.20 લાખની વસુલાતે પહોંચ્યા બાદ કંપની એ થાપણદારોની પૂર્ણત: રકમ ચૂકવવાની હોવા છતાં અમુક ખાતાઓમાં “પાર્ટ-પેમેન્ટ” રિલીઝ કરતાં અને કંપનીના દિગ્ગજ કહી શકાય તેવા જામનગરના બે એજન્ટ્સની મધ્યસ્થી થી એફઆઈઆરની કાર્યવાહી મુલત્વી રખાવી રકમની ચૂકવણી નહીં કરનાર કંપની તથા તમામ ડાયરેકટર્સ અને રજીસ્ટર્ડ એજન્ટ ને વકીલએ કંપની ને સાષ્ટાંગ કરાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને નગરના ખૂણે ખૂણે ચર્ચાઈ રહયો છે.

ધારાશાસ્ત્રીની નોટીસ યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડીયા લી., તથા યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પરપઝ કો-ઓપ. સોસાયટી લી., તથા કંપનીના ડાયરેકટર્સ (1) રાજકુમાર કૈલાશ રાય (2) ઉત્કર્ષ રાજકુમાર રાય (3) રાહુલ રાજકુમાર રાય (4) ઉષા રાજકુમાર રાય (5) અનુભવ મહેન્દ્ર તિવારી (6) અરવિંદ કૈલાશ રાય (7) હસમુખ ડોડીયા (મેનેજર) વગેરેનાઓ ને ઈ-મેઈલ મારફત પાઠવી હવે માત્ર કલાક-24 ની મહેતલ આપી તમામ ખાતાઓની રકમ (મેચ્યોરિટી) ભરપાઈ કરી આપવા સ્પષ્ટ તાકીદ કર્યા બાદ કંપનીએ નમતું જોખવાનું મુનાસીબ માન્યું છે.

- Advertisement -

ધારાશાસ્ત્રી તખ્તાણી એ બન્ને કંપનીઓ તથા ડાયરેકટર્સ, મેનેજર, રજીસ્ટર્ડ એજન્ટ ને રાજકોટ ગાંધીગ્રામ-પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ એફઆઈઆર તથા કંપનીના ડાયરેક્ટર રાજકુમાર કૈલાશ રાયએ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ફરીયાદના કામે કરેલ આગોતરા જામીન અરજી અને તેના કામે કંપનીના ડાયરેકટરએ કોર્ટમાં આપેલ “અન્ડરટેકીંગ” (બાંહેધરી)ના શબ્દો, વાકયો, કથનો કાનૂની નોટીસમાં આગળ ધરી તમામ “યાદ” “તાજા” કરાવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ના 1113 રોકાણકારો ને ચૂકવવાની થતી બાકી રકમ રૂા. 57,00,000/- એક જ અઠવાડીયામાં જમા કરાવી આપવા અંગેની સ્પષ્ટ તાકીદ કરતો હુકમ કર્યાનું પણ નોટીસથી “યાદ” અપાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નોટીસની મુદત તા. 16.07.2025 ના બપોરે 14:45 કલાકે પૂર્ણ થયા બાદ કંપનીના જવાબદાર એવા હસમુખ ડોડીયા કે જેઓ જામનગરના અસંખ્ય એજન્ટ્સ, રોકાણકારો ને ગાંઠતા પણ નથી તેઓએ ગઈકાલે મોડી સાંજે 20:07 કલાકે ધારાશાસ્ત્રી તખ્તાણી ને વોટ્સએપ કોલ કરીને તખ્તાણી ના અસીલોના તમામે તમામ ખાતાઓની રકમ જુલાઈ મહીનાના અંતે ચૂકવી આપવા અને દરમ્યાન સિવીલ એન્જીનીયર જીતેન્દ્રભાઈ ની પોણા ત્રણ લાખની પૂરી રકમ બીજા જ દિવસે ચૂકવી આપવા સ્પષ્ટ ખાત્રીના પગલે ગઈકાલે તે રકમ પૂરેપૂરી જમા થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાશાસ્ત્રી તખ્તાણી એ કંપનીના જવાબદાર હસમુખ ડોડીયા ને વોટસએપ કોલ પર પોતાના તમામ અસીલોની રકમ વધીને દિવસ-07 સુધીમાં ચૂકવી આપવા અંગે કંપનીના લેટરપેડ પર ડાયરકેટર્સ ની સહી સાથે તેવો લેટર તાકીદે ઈ-મેઈલ થી મોકલી આપવા ચેતવણી આપી છે.

- Advertisement -

બહુચર્ચિત એવા “ટોક ઓફ ધ ટાઉન” રહેલ યુનિક મર્કેન્ટાઈલ કંપની તથા યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પરપઝ કો-ઓપ. સોસાયટી લી. અને કંપનીના તમામ ડાયરેક્ટર્સ, મેનેજર તથા રજીસ્ટર્ડ એજન્ટ સામેના આ કેસમાં જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, સંજના એમ. તખ્તાણી તથા મનિષા ભાગવત, નિરાલી ગોસ્વામી, મુર્તઝા મોદી તથા આસિસ્ટન્ટસ રીના રાઠોડ, પુજા રાઠોડ તથા કિંજલ સોજીત્રા જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular