Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયટેસ્લા કાર પર EMI કેટલો..? શું દિલ્હીમાં મુંબઇ કરતા સસ્તી મળશે..? જાણો..

ટેસ્લા કાર પર EMI કેટલો..? શું દિલ્હીમાં મુંબઇ કરતા સસ્તી મળશે..? જાણો..

ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે ત્યારે કંપનીનો પ્રથમ સ્ટોર મુંબઇમાં ઓપન થયો છે. ત્યારે ટેસ્લા કાર પર EMI કેટલો હશે અને Y મોડેલ દિલ્હીમાં મુંબઇ કરતા સસ્તુ ઉપલબ્ધ છે..? કંપનીએ ટેસ્લા મોડેલ Y ને બે અલગ અલગ વેરિએન્ટમાં રજુ કર્યુ છે. કંપનીએ તેના બેઝ મોડેલનું નામ રીઅલ વ્હીલ ડ્રાઈવ અને ઉચ્ચ વેરિઅન્ટનું નામ લોંગ રેન્જ રીઅર વ્હીલ ડ્રાઈવ રાખ્યું છે.

- Advertisement -

એલોન મસ્કની ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લાએ લાંબા સમય સુધી રાહ જોયા પછી આખરે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. મુંબઇમાં સત્તાવાર પ્રથમ શોરૂમ લોન્ચ કર્યો આ સાથે કંપનીએ તેની પહેલી કાર તરીકે ‘મોડેલ વાય’ પણ લોન્ચ કરી આ ઇલેકટ્રીક કારની શરૂઆતની કિંમતન 59.89 લાખ રૂપિયા છે.

ટેસ્લા ઈન્ડિયાએ હાલમાં આ કારનું બુકિંગ દિલ્હી, મુંબઇ અને ગુરૂગ્રામ ત્રણ શહેરો માટે શરૂ કરી દીધું છે ત્યારે વિવિધ રાજ્યોમાં નોંધણીના આધારે કારની કિંમતમાં પણ તફાવત છે. જે દિલ્હીમાં મુંબઇ કરતા સસ્તુ છે. જો કે, ગુરૂગ્રામમાં તે ઓન રોડ કિંમત તેનાથી પણ વધુ છે. આ કાર ઘણાં અલગ અલગ બ્રાહ્ય રંગ વિકલ્પો ધરાવે છે. ગ્રાહકોએ સ્ટીલ્થ ગ્રે સિવાય દરેક રંગ માટે ઉંચી કિંમત ચૂકવવી પડશે. સૌથી ઓછા પર્લવ્હાઈટ માટે 95000 થી લઇને સૌથી વધુ અલ્ટ્રા રેડ માટે 1.85 લાખ સુધીની છે. આ કારમાં સ્ટીલ્થ ગ્રો પર્લવ્હાઈટ, મલ્ટી કોટ ડાયમેડ બ્લેક, ગ્લેશિયર બ્લુ, ક્વિક સિલ્વર અને અલ્ટ્રા રેડ બોડી રંગોમાં આવે છે. અહીંકારની કિંમત આંતરિક રંગ અનુસાર પણ બદલાય છે ત્યારે અહીં સંપૂર્ણ બ્લેક રંગના આંતરિક ભાગવાળા વેરીઅન્ટની કિંમત આપેલી છે.

- Advertisement -

દિલ્હી, મુંબઈ અને ગુરુગ્રામમાં બેઝ (RWD) કલર-વેરિઅન્ટની ઓન-રોડ કિંમત

- Advertisement -

દિલ્હી, મુંબઈ અને ગુરુગ્રામમાં ટેસ્લા મોડેલ Y લોંગ રેન્જ કલર વેરિઅન્ટ્સની ઓન-રોડ કિંમત:  

લગભગ દરેક કાર પ્રેમી ટેસ્લાની પહેલી ઇલેકટ્રીક કાર ખરીદવા માંગે છે. ત્યારે તેની ઉંચી કિંમત તેના EMI ને પણ એટલી જ અસર કરે છે. કંપનીના સતાવાર વેબસાઈટ પર કારનું ઓટોલોન કેલ્કયુલેટર આપવામાં આવ્યું છે. જેના આધારે રીઅર વ્હીલ ડ્રાઈવ વેરિઅન્ટનો EMI રૂા.1,14,088 છે અને લાંબા રેન્જ વેરિઅન્ટ માટે તમારે દર મહિને રૂા.1,29,184 ચૂકવવા પડશે તેમજ અહીં આ EMI નો આંકડો એવી સ્થિતિમાં લાગુ થશે જ્યારે ગ્રાહક 6,10,669 રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવે છે અને હપ્તા 60 મહિના સુધી ચાલશે જેમાં 9% ના દરેક ઓટો લોન ઉમેરવામાં આવી છે.

કંપનીનું સતાવાર બુકિંગ શરૂ થઈ ગયું છે જેમાં કલર વેરિઅન્ટના આધારે કાર બુક કરી શકો છો. બુકિંગ માટે રૂા.22,220 જમા કરાવવા પડશે. કાર બુક માટે વેબસાઈટ પર નામ, સરનામું અને પાનકાર્ડ વગેરે જેવી માહિતી આપવાની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular