જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા કાલાવડ નાકાથી કલ્યાણ ચોક તરફ જવાના રસ્તા પરની રંગમતિ નદી ઉપર આવેલો રીવર બ્રીજ જર્જરીત થઇ ગયો હોવાથી આ બ્રીજ પરથી તમામ પ્રકારના ભારે વાહનો નવો બ્રીજ ન બને ત્યાં સુધી સલામતીના કારણોસર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિઘ્ધ કરી છે. આ જાહેર નોટીસ મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી દ્વારા બીપીએમસી એક્ટ 1949ની કલમ 392 અનુસાર આ હુકમનો અનાદર કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમામ પ્રકારના ભારે વાહનો માટે વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા સર્કલ થઇ ત્રણ દરવાજા થઇ દરબારગઢ તરફ જઇ અવર-જવર કરી શકશે તેવું જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યું છે.


