જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ખાઉધરી ગલીમાં વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતા શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ખાઉધરી ગલી વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા વન-ડે ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન પ્રફૂલ્લ પ્રેમજી દામા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા. 830ની રોકડ અને રૂા. 1 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 1830નો મુદામાલ ઝડપી પૂછપરછ હાથ ધરતા પ્રફૂલ્લ રનફેરની કપાત લાલો ઉર્ફે બાલાજી પાસે કરાવતો હોવાની કેફિયત મળતાં પોલીસે બન્ને શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


