Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં વિરામ બાદ આવતીકાલથી ફરી વરસાદની આગાહી

ગુજરાતમાં વિરામ બાદ આવતીકાલથી ફરી વરસાદની આગાહી

ગુજરાતમાં નાનકડા વિરામ બાદ મેઘરાજાની સવારી આવતી કાલથી પાંચ દિવસ સમગ્ર રાજ્યને ભીંજવશે. આજે રાજ્યમાં કેટલાંક સ્થળો પર વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે ફરી વરસાદ શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય હોય તા.10 થી 15 સુધી રાજ્યમાં ભારે વરસાદની શકયતાઓ છે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે ત્યારે 12 અને 13 જુલાઈના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં પણ ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સુચના અપાઈ છે. ત્યારે 12 જુલાઈના મહિસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, અને 10-11 જુલાઈના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે.

- Advertisement -

14-15 જુલાઈના ગુજરાતના પાંચ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને 15 જુલાઈના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે આવતીકાલથી પાંચ દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ઉલ્લેખનીય છે કે, રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારી ખરેગામમાં ખાબકયો છે. તેવામાં હવામાન વિભાગે આગાહી 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular