Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા થેલેસેમીયા પીડીતો માટે રકતદાન કેમ્પ યોજાયો - VIDEO

જામનગર પોલીસ દ્વારા થેલેસેમીયા પીડીતો માટે રકતદાન કેમ્પ યોજાયો – VIDEO

સાઇબર ક્રાઇમ અને ટ્રાફીક જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા

જામનગર પોલીસે સમાજપ્રતિ નિભાવતા પોતાના ફરજસભર દાયિત્વની સાથે માનવસેવામાં પણ આગવી પહેલ દાખવી છે. જામનગર પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના આયોજનમાં, ખીજડીયા બાયપાસ રોડ પાસે આવેલા રોયલ રિસોર્ટ ખાતે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા પીડિત બાળકો તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત એકત્રિત કરવાનું હતું. થેલેસેમિયા એક ગંભીર, વારસાગત લોહીનો રોગ છે જેમાં દર્દીઓને નિયમિત રક્ત ચઢાવવાની જરૂર રહે છે. આવા દર્દીઓને જીવદાયી સહાયરૂપ થવા જામનગર પોલીસ દ્વારા માસિક ધોરણે આવા કેમ્પ યોજાય છે. શિબિર દરમિયાન સાયબર ક્રાઇમ જાગૃતિ અને રોડ સેફ્ટી અંગેના માર્ગદર્શન કાર્યક્રમો પણ યોજાયા હતાં. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, થગ્સ દ્વારા નવા ટ્રેન્ડિંગ ગુનાઓ વિશે અવગત કરાયા હતાં.

- Advertisement -

જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી અંગેની માહિતી આપવામાં આવી, ખાસ કરીને નાની મોટી મુસાફરી દરમ્યાન પાલન કરવાનાં નિયમો વિશે જાગૃતિ ફેલાવાઈ હતી. આ રક્તદાન શિબિરના સફળ આયોજન માટે જી.જી. હોસ્પિટલ જામનગર તથા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીનો પણ સહયોગ મળ્યો હતો. આ તકે ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, પીઆઈ શેખ, એ.એસ.આઈ. નિર્મલસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફની ટીમ હાજર રહી શિબિરનું વ્યવસ્થિત આયોજન સંભાળ્યું. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પણ આ કામગીરીને બિરદાઈ માનવતાની આ પહેલ માટે સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. જામનગર પોલીસ દ્વારા દર મહિને અલગ અલગ વિસ્તારમાં આવા કેમ્પ યોજીને થેલેસેમિયા પીડિતોને સતત સહાય ઉપલબ્ધકરાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular