દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં રહેતો બાળક સરકારી સ્કૂલની બાજુમાં આવેલા ખાડામાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો પુત્ર જુનેદ (ઉ.વ. 12) નામનો બાળક ગઈકાલે મંગળવારે બપોરના સમયે સરકારી સ્કૂલની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ન્હાવા પડતા અકસ્માતે ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા કાસમભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


