જામનગર શહેરના ખોડિયાર કોલોની મેઇન રોડ પર આવેલી હોટલ નજીક જાહેરાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રૂા. 20,890ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. કાલાવડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રૂા. 2160ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ખોડિયાર કોલોનીના મેઇન રોડ પર આવેલી હોટલ નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન પંકજ મુરલી ધનવાણી (ઉ.વ.27) નામના ફ્રુટની રેંકડી ચલાવતા અને સાધના કોલોનીમાં રહેતાં શખ્સને પોલીસે રૂા. 15,890ની રોકડ રકમ અને વર્લી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રૂા. 5 હજારની કિંમતના મોબાઇલ મળી કુલ રૂા. 20,890ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.
બીજો દરોડો કાલાવડ ગામમાં બાલંભડી જવાના બેઠા પુલ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે કાલાવડ (ટાઉન) પોલીસે રેઇડ દરમ્યાન ગોવિંદ રૂપા સાગઠિયા, લાલજી ડાયા સાગઠિયા, રસિક ભીમજી સાગઠિયા, લલિત હમીર સાગઠિયા, યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ, હુસેન બચુ ગુંગા નામના છ શખ્સોને પોલીસે રૂા. 2160ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


