ચોમાસાની શરૂઆત થતા જ અત્યાર સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી ગયો છે તેમજ આગામી પાંચ દિવસ પણ હજુ લગભગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શકયતાઓ પણ છે ત્યારે હાલ ગુજરાત પર ત્રણ સીસ્ટમ સક્રિય હોય રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં મેઘરાજાએ 153 તાલુકાઓમાં હાજરી પુરાવી હતી જ્યારે આગામી સમયમાં યલ્લો અને ઓરંજ એેલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતાં.
છેલ્લાં 24 કલાક પર નજર કરીએ તો આણંદના બોરસદમાં 3.90 ઇંચ પંચમહાલના ગોધરામાં 3.74 ઈંચ, કચ્છના ગાંધીધામ અને માંડવીમાં અનુક્રમે 2.28 અને 2.24 ઈંચ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.93 ઈંચ તો કચ્છના ભચાઉમાં 1.89 ઈંચ અને ભાવનગરના શિહોરમાં 1.73 ઈંચ તો તાપી ડોલવણમાં 1.50 તો કચ્છના અંજારમાં 1.46 જ્યારે ખેડાના નડિયાદમાં 1.34 ઈંચ જ્યારે વડોદરાના સાવલી ખાતે 1.26 ઈંચ અને આણંદમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મોરબી શહેરમાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. જેમાં પાંચમુખી હનુમાન, હાઉસીંગ બોર્ડ, ચિત્રકુટ સોસાયટી, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.

જ્યારે તાલુકા મુજબ નજર કરીએ તો 13 તાલુકામાં 40 ઇંચ જેટલો વરસાદ 43 માં 20 થી 40, 125 તાલુકામાં 10 થી 20 ઈંચ અને 64 તાલુકામાં 5 થી 10 જ્યારે 6 તાલુકામાં અત્યાર સુધીમાં 2 થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 19 ડેમો 100% ભરાયા છે જ્યારે 43 ડેમો 70 થી 100 ટકા ભરાયા છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ તો આ સિવાયના રાજ્યોમાં યલ્લો એલર્ટ સાથે છુટાછવાયા વરસાદની આજે શકયતાઓ છે તો કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે જ્યારે 13 જુલાઈ સુધી આગાહી કરવામાં આવી છે ત્યારે જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 24 કલાક ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની શકયતાઓ દર્શાવી છે.


