Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારપોલીસ અધિકારીના યુવતી સાથે અશોભનિય વર્તનના ઘેરા પ્રત્યાઘાત

પોલીસ અધિકારીના યુવતી સાથે અશોભનિય વર્તનના ઘેરા પ્રત્યાઘાત

રબારી માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું : પોલીસ અધિકારી સામે પગલાં લેવા રજૂઆત

જૂનાગઢના એક પોલીસ અધિકારીએ માલધારી રબારી સમાજની દીકરી સાથે કરેલાં અશોભનિય વર્તનના ભાણવડ રબારી માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયાં છે. આ બનાવને વખોડવા માટે ભાણવડ રબારી સમાજે વિશાળ રેલી તેમજ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં પોલીસ અધિકારી સામે યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી છે.

- Advertisement -

આવેદનપત્રમાં માલધારી રબારી સમાજે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર એક બાજુ બેટી બચાવો, બેટી પઢાઓ સહિતના નારા લગાવી રહ્યું છે. ત્યારે બીજી તરફ રબારી માલધારી સમાજની દીકરી સાથે જૂનાગઢ એલસીબી પોલીસના અધિકારી પટેલ દ્વારા વાણી વિલાસનો બેફામ બકવાસ કરી દીકરી સાથે જે ગેરવર્તન કરાયું છે તે બિલકુલ અશોભનિય અને વખોડવાલાયક છે.

પોલીસ અધિકારીનું આવું કૃત્ય ચલાવી શકાય નહીં. આ બનાવથી ભાણવડ તાલુકા રબારી માલધારી સમાજની લાગણી દુભાઇ છે. જેથી માલધારી સમાજે ભાણવડમાં વિશાળ રેલી અને પોલીસ અધિકારી હાય હાયના નારા લગાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જૂનાગઢના પોલીસ અધિકારી સામે પગલાં શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆતો કરી છે. અન્યથા ન્યાયયાત્રા દરેક શહેરમાં કાઢવાની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular