આપણા દેશમાં નતનવિન પ્રકારના જુગાડ જોવા મળે છે. લોકો પોતાની આવડત અને બુધ્ધિનો ઉપયોગ કરીને એવા એવા જુગાડ કરતા જોવા મળે છે કે, જોઇને આપણે વિચારતા થઇ જાય છીએ કે સાલુ આ તો સારૂં કહેવાય. ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડના વિડીયો વાયરલ થતા જોવા મળે છિે જે જોઇને લોકો આશ્ચર્યચકિત થાય છે.
View this post on Instagram
આપણે જાણીએ છીએ કે, બે પ્રકારના લોકો હોય છે એક જે પુસ્તકો વાંચીને વિચારે છ અને બીજા જે નટ બોલ્ટ, પંખા, જુના ટાયર વડે જુગાર કરી આપણને બતાવે છે. ત્યારે એક વ્યકિતએ એક જુના તેલના ડબ્બામાંથી એક શાનદાર કુલર બનાવ્યું હતું. જે જોયા પછી કહી શકાય કે, કુલરની કંપનીવાળા આ જુગાડુ વ્યકિતને શોધી રહી હશે અને મળતાં જ 100 તોપોની સલામી આપશે.
ઇન્સ્ટ્રાગ્રામ પર trendy___larkaa નામના એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યકિત કુલર બનાવવા માટે ડબ્બાને કાપીને પંખો લગાવે છે. ઠંડી હવા મેળવવા ઘાસના બદલે કોથળો મુકે છે અને વાયરીંગનું જોડાણ કર્યા બાદ શરૂ થાય છે. અદભૂત અને શાનદાર કુલર જે ઠંડા પાણી દ્વારા ઠંડી હવા આપે છે તો શું કયારેય જોયું છે. આવું કુલર ? લોકો પણ તેને જોઇને જુદી-જુદી ટીપ્પણીઓ કરતાં જોવા મળી રહયા છે. જયારે લાખો લોકોએ આ વિડીયોને પસંદ પણ કર્યા છે.


