Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવિદ્યાર્થી યુવકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

વિદ્યાર્થી યુવકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

ગુરૂવારે રાત્રિના સમયે ટ્રેન હેઠળ પડતું મૂકયુ : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ

લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામમાં રહેતા વિદ્યાર્થી યુવકએ કાનાલુસથી મોડપર વચ્ચેના રેલવે ટ્રેક પર રંગપર ગામની સીમમાંથી પસાર થતી ટ્રેન હેઠળ અગમ્ય કારણોસર ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા કરણ ધનાભાઇ જાખર (ઉ.વ.21) નામના યુવકએ શુક્રવારની રાત્રિના સમયે કાનાલુસથી મોડપર વચ્ચેના રંગપર ગામની સીમના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પયાસ કરતાં વિદ્યાર્થી યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. બનાવ અંગેની દેવાભાઇ જાખર દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. કે. કે. બાબરિયા તથા સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular