Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ સ્ટેશન નજીક યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

જામનગરમાં પોલીસ સ્ટેશન નજીક યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

શહેરમાં વધી રહેલા લુખ્ખા તત્ત્વોના આતંક સામે પ્રજામાં રોષ : પોલીસના ખૌફ વગર બેખૌફ થતા હુમલાઓ : યુવાનને જી. જી. હોસ્પિટલ ખસેડાયો

જામનગર શહેરમાં લુખ્ખા તત્ત્વો ઉપરથી પોલીસની ધાક ઓસરતી જતી હોય તેવા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. હાલમાં જ પટેલ કોલોની વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક વધતો જાય છે તેવી જ એક ઘટના ગઇકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક યુવાન ઉપર 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 1 થી 9 સુધીના અંદરના વિસ્તારોમાં લુખ્ખા તત્ત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. પોલીસ દ્વારા માત્ર રોડ મેઇન રોડ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ પટેલ કોલોનીના અંદરના રોડ પર લુખ્ખા તત્તવો બેખૌફ રહી લોકોમાં ભય ફેલાવતા રહે છે અને આ વિસ્તારમાં અમુક ઠેકાણે તો જાહેર રોડ પર મહેફિલો પણ ચાલતી હોય છે. પટેલ કોલોની વિસ્તારના લોકો લુખ્ખા તત્ત્વોના આતંકથી ત્રાહિમામ થઇ ગયા છે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં પણ લુખ્ખાગીરી દિવસે ધ્વિસે વધતી જાય છે. દરમ્યાન ગઇકાલે સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશન નજીક ગઇકાલે સમયે જુની અદાવતનો ખાર રાખી અજય ઉર્ફે લાલો ભરતભાઇ કનખરા (ઉ.વ.28) નામના યુવાન ઉપર 3 થી 4 શખસો દ્વારા છરી અને લોખંડના પાઇપ વડે માર મારી આડેધડ માર મારી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા અજયને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે ભાણુશાળી સમાજના અગ્રણી મનીશભાઇ કનખરા સહિતા આગેવાનો હોસ્પિટલે પહોંચી ગયા હતા. બનાવની જાણના આધારે પોલીસ કાફલો પણ હોસ્પિટલે દોડી ગયો હતો. હુમલાખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular