Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રી. કોર્ટમાં ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું ઉદઘાટન - VIDEO

જામનગર ડિસ્ટ્રી. કોર્ટમાં ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું ઉદઘાટન – VIDEO

અન્ય જિલ્લાઓમાં આવેલી અદાલતોમાં રૂબરૂ હાજર રહેવા અથવા મુસાફરી કરવા સક્ષમ નથી, તેવા સાક્ષીઓ હવે સ્થાનિક કક્ષાએ જ આ સેન્ટરમાં હાજર રહીને વિડિઓ કોન્ફરન્સ દ્વારા પુરાવાઓ આપી શકશે

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના દિશા-નિર્દેશોને અનુસરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુલભ બનાવવાના ઉમદા હેતુસર તા. 4ના જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ નવનિર્મિત સેન્ટર આધુનિક કાયદા, એટલે કે બી.એન.એન.એસ-2024 મુજબની સુવિધાઓથી સજ્જ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સાક્ષીઓ અને પુરાવા આપનારાઓને ન્યાયિક પ્રક્રિયામાં સહભાગી થવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
આ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર સાક્ષીઓ અને કોર્ટ માટે અનેકવિધ ફાયદાઓ પ્રદાન કરશે.

- Advertisement -

નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને કોર્ટના સાક્ષીઓ-એફ.એસ.એલ. નિષ્ણાત, પોલીસ અધિકારી, મેડીકલ ઓફિસર કે જેઓ અન્ય જિલ્લાઓમાં આવેલી અદાલતોમાં રૂબરૂ હાજર રહેવા અથવા મુસાફરી કરવા સક્ષમ નથી, તેઓ હવે પોતાના સ્થાનિક કક્ષાએ જ જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ સેન્ટરમાં હાજર રહીને વિડિઓ કોન્ફરન્સ દ્વારા પુરાવાઓ આપી શકશે. આનાથી સાક્ષીઓને લાંબી મુસાફરી અને તેના આનુષંગિક ખર્ચમાંથી મુક્તિ મળશે, જેનાથી તેમનો કિંમતી સમય અને પૈસા બંને બચશે. સાથે જ આ સેન્ટર સાક્ષીઓને તેમની અનુકૂળતા મુજબ પુરાવા આપવા માટેનું વાતાવરણ પણ પૂરું પાડશે, આ પ્રણાલીથી ન્યાયિક પ્રક્રિયામાં તેમની સહભાગીતામાં વધારો થશે. ગુજરાત હાઈકોર્ટેની સુચના અનુસાર જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સુલભ અને સાક્ષી-કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.જિલ્લા ન્યાયાધીશ જામનગર દ્વારા આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ન્યાય વ્યવસ્થામાં એક નવા અધ્યાયનો પ્રારંભ સૂચવે છે.

- Advertisement -

આ તકે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular