જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન તલાશી લેતાં 9200ની કિંમતના 92 નંગ ચપટા મળી આવતાં પોલીસે શખ્સની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતૉ લલિત જીગર બાબરિયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન મકાનમાંથી તલાશી લેતાં 9200ની કિંમતના ઇંગ્લીશ દારૂના 92 નંગ ચપટા મળી આવ્યા હતા. તેમજ 5 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે કુલ રૂા. 14,200ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપી લલિતની પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો રાજકોટના અનિલ ભાસ્કર પાસેથી ખરીદ્યાની કેફિયત આપતાં પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ આરંભી હતી.


