Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં મોબાઈલ ફોનમાં આઈડી વડે ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો

ખંભાળિયામાં મોબાઈલ ફોનમાં આઈડી વડે ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો

ખંભાળિયા વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી નાઈટ પેટ્રોલિંગમાં કાર્યવાહીમાં અત્રે પોર ગેઈટ વિસ્તારમાં રહેતા રુચિન ચંદ્રકાંત પાબારી નામના 30 વર્ષના શખ્સ દ્વારા રાત્રિના સમયે લાઈટના અજવાળે જાહેરમાં બેસીને પોતાના મોબાઈલમાં ચોક્કસ ઓનલાઈન આઈડી વડે ક્રિકેટ તથા કેસીનો જેવી ઓનલાઈન જુગાર ગેમ્સમાં હારજીત કરતા પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

પકડાયેલા આ શખ્સના મોબાઈલ ફોનમાં જુગાર માટે કુલ રૂપિયા 50,000 જેટલી બેલેન્સ હતી. આથી પોલીસે રૂપિયા 20,000 ની કિંમતના મોબાઈલ ફોન સાથે જુગારી શખ્સ રુચિન ચંદ્રકાંત પાબારીની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં જુગાર રમવા માટેની આઈડી તેણે ખંભાળિયામાં બંગલા વાડી વિસ્તારમાં રહેતા આનંદ ડાડુ જામ નામના શખ્સ પાસેથી મેળવી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રુચિન પાબારીની અટકાયત કરી, આનંદ જામને ફરાર જાહેર કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગેની કાર્યવાહી પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા તેમજ સામતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular