Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરહોસ્પિટલે સફાઇકામ માટે ગયેલી યુવતી લાપત્તા થઇ...

હોસ્પિટલે સફાઇકામ માટે ગયેલી યુવતી લાપત્તા થઇ…

લાલપુર તાલુકાના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી સફાઇકામ માટે હોસ્પિટલે ગયા બાદ પરત ન ફરતા લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતી રીંકલબેન ઉકાભાઇ ડાઠિયા (ઉ.વ. 25) નામની યુવતી મંગળવારે સવારના આઠ વાગ્યાના અરસામાં પડાણા ગામમાં આવેલી હોસ્પિટલે સફાઇકામ કરવા ઘરેથી ગઇ હતી અને ત્યારબાદથી યુવતી પરત ઘરે ન ફરતા પરિવારજનોમાં ચિંતા ફેલાઇ ગઇ હતી અને ત્યારબાદ પરિવારજનો દ્વારા મિત્રવર્તૂળ અને સગાવ્હાલાઓમાં યુવતીની શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો ન લાગતા આખરે મેઘપર પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે લાપત્તા યુવતીની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular