Friday, December 5, 2025
Homeરાજ્યહાલારટ્રોલીનો જેક છટકી જતાં માથું વચ્ચે આવી જવાથી યુવાનનું મોત

ટ્રોલીનો જેક છટકી જતાં માથું વચ્ચે આવી જવાથી યુવાનનું મોત

સોમવારે સવારના સમયે ઇશ્ર્વરિયા ગામના વાડી વિસ્તારમાં બનાવ : જેક રીપેર કરતાં સમયે છટકી જવાથી માથું ટ્રોલીમાં આવી ગયું : ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર તાલુકાના ઇશ્ર્વરિયા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં ટ્રેકટરની ટ્રોલીનો જેક રીપેરીંગ કરતાં સમયે જેક છટકી જતાં ટ્રોલીમાં માથું આવી જતાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ઇશ્ર્વરિયા ગામમાં રહેતો લખમણભાઇ અરજણભાઇ બેલા (ઉ.વ. 40) નામનો યુવાન સોમવારે સવારના સમયે ઇશ્ર્વરિયા ગામની સીમમાં આવેલા તેના ખેતરે ખાતર ભરતા હતા તે દરમ્યાન ટ્રેકટરની ટ્રોલીનો જેક ખરાબ થઇ ગયો હતો. તેથી લખમણભાઇ જેક રીપેરીંગ કરતા હતા. તે દરમ્યાન જેક છટકી જતાં લખમણભાઇનું માથું ટ્રોલીમાં વચ્ચે આવી જતાં માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિવ્યેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular