Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના નામચીન શખ્સો દ્વારા પોરબંદરના ટ્રાન્સપોર્ટર સાથે છેતરપિંડી

જામનગરના નામચીન શખ્સો દ્વારા પોરબંદરના ટ્રાન્સપોર્ટર સાથે છેતરપિંડી

ટ્રાન્સપોર્ટરે ત્રણ ટ્રકો ભાડે ચલાવવા આપ્યા : ભાડાના પંદર લાખ ન ચુકવ્યા : ટ્રાન્સપોર્ટર દ્વારા ત્રણ શખ્સો વિરુઘ્ધ પોલીસ ફરિયાદ

જામનગરના ત્રણ શખ્સો દ્વારા પોરબંદરના ટ્રાન્સપોર્ટર સાથે ભાડામાં ટ્રકો ચલાવવાના બહાને બાર ટ્રકો પૈકીના ત્રણ ટ્રક મેળવી લઇ ગાયબ કરી અને ટગના વ્યવસાય માટે આપેલા 15 લાખ પરત નહીં કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પોરબંદર તાલુકાના ફટાણા ગામમાં રહેતા ગાંગાભાઇ ઠેબાભાઇ કોડિયાતર નામના ટ્રાન્સપોર્ટરના વ્યવસાયીને જામનગરના રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, અમીન નોતિયાર, રામ ભીમશી નંદાણિયા નામના ત્રણ શખ્સોએ ટ્રાન્સપોર્ટરને, “અમારા મોટાં કોન્ટ્રાક્ટ ચાલુ છે અને તમે તમારા ટ્રકો કોન્ટ્રાક્ટમાં રાખો અને ભાડા પેટે ટ્રકદીઠ એક લાખ અપાવવાની લાલચ આપી હતી અને મેઇનટેનન્સ ખર્ચ પણ અમે ભોગવશું.” તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ પોરબંદરના ટ્રાન્સપોર્ટરે તેના બાર ટ્રકો પૈકીના જીજે25-યુ-5933, જીજે36-એક્સ-8132 અને જીજે36-એક્સ-8123 નંબરના ત્રણ ટ્રક તથા જીજે25-એએ-9184 નંબરની સ્કોર્પિયો કાર પણ આપી હતી. ત્યારબાદ ટ્રાન્સપોર્ટર દ્વારા અવારનવાર 15 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમ છતાં નામચીન રજાક સોપારી સહિતના ત્રણ શખ્સો દ્વારા પંદર લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આખરે ટ્રાન્સપોર્ટરે ત્રણ શખ્સો વિરૂઘ્ધ સિટી ‘સી’ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ વી. બી. બરબસિયા તથા સ્ટાફે રજાક સોપારી સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular