ઉજ્જવળ ભાવિના નિર્માણ માટે કારકિર્દીની પસંદગી અને દિશાનિર્દેશન યોગ્ય સમયે મળી રહે તે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને તેમની રૂચિ હોય તે વિષય સંલગ્ન શિક્ષણ મેળવે તો યોગ્ય ઘડતર સરળતાથી થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે ધો.10 પછી શું ? ધો. 12 પછી શું? કયા પ્રકારના કોર્ષ ઉપલબ્ધ છે ? તેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓમાં પણ એટલી જ ચિંતા અને અસંમજસ હોય છે ત્યારે ખબર ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. ખબર ગુજરાતના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર શિક્ષણ તજજ્ઞોના અભિપ્રાયો અને માર્ગદર્શન બાદ હવે વિદ્યાર્થીઓને જામનગરમાં સ્નાતક, અનુસ્નાતક અભ્યાસને લઇ આ એક નાનો એવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જામનગરમાં આવેલ કોલેજો અને આ કોલેજોમાં થતા અભ્યાસક્રમો તથા સીટ અંગેની માહિતી અત્રે રજૂ કરવામાં આવી છે.
ખબર ગુજરાત દ્વારા જામનગરની વિવિધ કોલેજોમાં થતા કોર્ષ અંગે આ માહિતીની યાદી તૈયાર કરવામાં આવી છે. જે માત્ર વિધાર્થીઓની સરળતા માટે છે. આ માહિતી એપ્રિલ-2025 સુધીની છે તેમાં વખતોવખત ફેરફારો ની સંભાવના છે, વિધાર્થીઓએ વધુ માહિતી તથા ચોક્કસ આંકડાઓ અને માહિતી માટે જે તે કોલેજનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરવો અને વિધાર્થીઓ તથા વાલીઓ તેમની સુઝબુઝ અને વિચારશક્તિથી નિર્ણયો લે તે ઇચ્છનીય છે.
જામનગરની કોલેજો
- શગુન ઈન્સ્ટીટયુટ ઓફ નર્સીગ, જામનગર
- વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, જામનગર
- ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજ, જામનગર
- ભવન્સ એચ.જે. દોશી કોલેજ, જામનગર
- એમ.પી. શાહ મ્યુનિ. કોમર્સ કોલેજ, જામનગર
- ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, જામનગર
- ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, જામનગર
- કલ્યાણ પોલીટેકનિક કોલેજ, જામનગર
- ડી.જી. ટીચર્સ કોલેજ, જામનગર
- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર
- વી.એમ. મહેતા મ્યુનિસીપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામનગર
- ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર
- ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, જામનગર
- નેશનલ ફાયર એકેડમી, જામનગર
- ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજ, જામનગર
- ITI, જામનગર
- ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ ડી.ડી.નાગડા BBA કોલેજ(GHG DDNC)
- જયસુખલાલ વાધર ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JVIMS)
- સી.ઝેડ.એમ. ગોસરાણી BCA કોલેજ (CZMGC)
- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
- એમ.પી. શાહ મેડીકલ કોલેજ – જામનગર
- SVET કોલેજ
- શ્રી દયામન ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ એન્ડ રીસર્ચ
- અક્ષરપ્રીત ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી
- પરમ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ
- મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશન
-સંકલન : સૂચિત બારડ
વિદ્યાર્થીઓ માટે ખબર ગુજરાત ટીમ દ્વારા રજુ કરાયેલ માહિતી મદદરૂપ થશે તેવી આશા રાખીએ છીએ અને લોકો આ માહિતી અન્ય વિધાર્થીઓ જેને જરૂર હોય તેમના સુધી પહોંચાડે તેવી અપેક્ષા.
આ સાથે આ માહિતી આપવામાં મદદરૂપ થનાર તમામ કોલેજો અને સંસ્થાઓનો ખબર ગુજરાત દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ.
આભાર…..
જામનગર સહીત દેશભરના સમાચારો સહિતની બાબતો મેળવવા માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે…..


