જમ્મુ કાશ્મિરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોની હત્યા બાદ ભારતીય સેનાઓ દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ 100 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. આ સમગ્ર ઘટનામાં એક વિડિયોમાં ભારતના રાષ્ટ્રઘ્વજનું અપમાન કરાતો વિડિયો પોતાના સોશિયલ મિડિયામાં અપલોડ કરનાર સચાણાના શખ્સની પોલીસે ધરપકડ કરી મોબાઇલ કબ્જે કર્યો હતો.
View this post on Instagram
બનાવની વિગત મુજબ જમ્મુ કાશ્મિરના પહેલગામમાં 26 ભારતીયોની આતંકવાદીઓ દ્વારા ગોળી મારી નિર્મમ હત્યા નિપજાવ્યા બાદ ભારતીય સેનાઓ દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ નવ જેટલા આતંકી સ્થળોએ હુમલો કરી 100 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. આ કાર્યવાહી બાદ મંગળવારે https://www.instagram.com/lamij_wagher_103 વાળી પ્રોફાઇલ પરથી વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં ભારતના રાષ્ટ્રઘ્વજનું અપમાન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિકૃત કરી પોસ્ટર જમીન પર રાખી ચંપલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડિયો જામનગર તાલુકાના સચાણા ગામમાં પંચાયત ઓફિસ પાસે રહેતાં નાઝીમ ઉર્ફે લાઝીમ અજીઝ ઉમર ગજિયા (ઉ.વ.22) નામના શખ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ કરી રાષ્ટ્રવિરોધી ક્ધટેન્ટ ફેલાવતો વિડિયો મૂકયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સાઇબર ક્રાઇમ પીએસઆઇ એચ. કે. ઝાલા, પી. વી. ગોહિલ, હે.કો. રાજેશકુમાર કરમુર, પ્રણવ વશરા, પો.કો. કારૂભાઇ વશરા, દર્શિતભાઇ સિસોદિયા અને વી. પી. ઝાલા સહિતના સ્ટાફએ ટેકનિકલ એનાલિસિસ કરી નાઝીમને દબોચી લઇ તેનો મોબાઇલ કબ્જે કરી તેના વિરૂઘ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


