Saturday, December 6, 2025
Homeરાજ્યહાલાર જામનગરમાં છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો

 જામનગરમાં છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો

દ્વારકામાં કમોસમી વરસાદના વિરામ વચ્ચે પારો ઉચકાયો : જામનગરમાં બે દિવસથી મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી

કમોસમી વરસાદના વિરામ વચ્ચે જામનગરમાં બે દિવસથી મહતમ તાપમાનનો પારો 34.5 ડિગ્રીએ સ્થિર થયો છે. જયારે દ્વારકા જિલ્લામાં તાપમાનનો પારો ઉચકાતા લોકો કાળઝાળ ગરમીથી અકળાઇ ઉઠયા છે. જામનગર શહેર જિલ્લામાં પણ લોકો દિવસભર અસહ્ય બફારાનો સામનો કરી રહયા છે.

- Advertisement -

જામનગર શહેરમાં સતત બે દિવસથી મહતમ તાપમાનનો પારો 34.પ ડિગ્રીએ સ્થિર થયો છે. ગત શનિવારથી જામનગરમાં મહતમ તાપમાનનો પારો થોડા ઘણા અંશે ઘટતો જાય છે. આમ છતાં બપોરના સમયે શહેરીજનો અસહય ગરમીનો સામનો કરી રહયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 34.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી ભેજનું પ્રમાણ 77 ટકા તથા પવનની ગતિ 11.3 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઇ હતી.

દિવસભર અસહ્ય ગરમી બાદ ઠંડા પવનને કારણે શહેરીજનોએ મોડી સાંજે રાહત અનુભવી હતી. ઉનાળુ વેકેશન ચાલી રહયું હોય મોડી રાત્રે શહેરીજનો હળવા ફરવાના સ્થળોએ ગરમીથી રાહત મેળવવા જઇ રહયા છે. ડીકેવી સર્કલ, તળાવની પાળ, એમ્ઝયુમેન્ટ પાર્ક સહિતના સ્થળોએ રાત્રે લોકો ઉમટી રહયા છે અને બરફના ગોલા, આઈસ્ક્રીમ, દૂધ કોલ્ડ્રીંકસ સહિતની ઠંડી ચીજવસ્તુઓનો આનંદ ઉઠાવી રહયા છે. જયારે દિવસના ગરમીથી બચવા લીંબુ સરબત, છાશ, સોડા, લસ્સી, શેરડીનો રસ, જેવી ઠંડી ચીજવસ્તુઓનો લોકો સહારો લઇ રહયા છે.ગરમી અને વેકેશન હોય લોકો સ્વીમીંગપુલ, વોટરપાર્કની પણ મોજમજા માણી રહયા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન અવિરત રીતે કમોસમી વરસાદના ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ચોમાસા જેવા માહોલનું નિર્માણ થયું હતું.

જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા કમોસમી વરસાદના જારી કરવામાં આવેલા આંકડામાં કલ્યાણપુર તાલુકામાં સાડા 4 ઈંચ (112 મી.મી.), ભાણવડ તાલુકામાં 4 ઈંચ (99 મી.મી.) તેમજ ખંભાળિયા તાલુકામાં 3 ઈંચ (74 મી.મી.) પાણી પડી ગયું હતું. જો કે છેલ્લા બે દિવસ દરમિયાન વાદળોની આવન-જાવન વચ્ચે વરસાદી બ્રેક રહેતા ખાસ કરીને ધરતીપુત્ર સાથે નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો છે. આ વચ્ચે છેલ્લા બે દિવસથી ગરમીની માત્રામાં વધારો થયો છે અને કાળઝાળ ગરમીમાં લોકો અકળાઈ ઊઠ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular