Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરછ વર્ષની બાળા સાથે શારીરિક અડપલાના કેસમાં એક શખ્સને પાંચ વર્ષની કેદ

છ વર્ષની બાળા સાથે શારીરિક અડપલાના કેસમાં એક શખ્સને પાંચ વર્ષની કેદ

ભોગ બનનારને વળતર પેટે રૂા.50,000 ચૂકવવા પણ આદેશ

જામનગરમાં છ વર્ષની બાળકીને લલચાવી ઘરે લઇ જઇ અડપલા કરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને પાંચ વર્ષની કેદ તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.50,000/-ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, ફરિયાદીની છ વર્ષની પુત્રીને આરોપી પ્રવિણ આણંદ ખાંટ (ઉ.વ.57) ફરિયાદીની બાજુમાં જ રહેતાં હોય ગત તા.20/03/2022 ના રોજ ભોગ બનનાર સાંજના સમયે પોતાના ઘરની બહાર રમતી હતી ત્યારે આરોપીએ ચોકલેટ આપવાની લાલચ આપી ભોગ બનનારને પોતાના ઘરમાં લઇ જઇ ભોગ બનનાર સાથે શારીરિક અડપલા કર્યા હતાં અને આ વાત કોઇને કહીશ તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર ત્યાંથી જતી રહી હતી. ત્યારબાદ આ બનાવ અંગે તેની માતાને જાણ કરતા આ અંગે આરોપી પ્રવિણ આણંદભાઈ ખાંટ સામે સિટી સી ડિવિઝનમાં પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ સ્પે. કોર્ટમાં વી પી અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં આરોપીને તકસીરવાન ઠેરવી વિવિધ કલમો હેઠળ સંયુકત રીતે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.50,000/- ચૂકવવા સ્પે. પોકસો કોર્ટના જજ વી પી અગ્રવાલ દ્વારા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular