Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસૌરાષ્ટ્રના પેરીસ તરીકે જાણીતા જામનગરમાં હેરીટેજ વારસા અને તેનો વિકાસ અંગે વિશેષ...

સૌરાષ્ટ્રના પેરીસ તરીકે જાણીતા જામનગરમાં હેરીટેજ વારસા અને તેનો વિકાસ અંગે વિશેષ અહેવાલ… – VIDEO

વર્લ્ડ હેરિટેજ ડે – મધ્યપ્રદેશ ટુરિઝમ ખજુરાહો, સાંચી અને ભીમબેટકા ખાતે વિશ્વ વારસા દિવસની કરે છે ઉજવણીએપ્રિલ 2025 – વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે ’18 એપ્રિલ’ના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા યુનેસ્કોએ આપણા પૂર્વજોએ આપેલા વારસાને અમૂલ્ય ગણીને અને તેને સુરક્ષિત અને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. કોઈપણ રાષ્ટ્રનો ઈતિહાસ તેના વર્તમાન અને ભવિષ્યનો પાયો હોય છે. જે દેશનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી હશે તેટલું જ તેનું સ્થાન વૈશ્વિક સ્તરે ઊંચું ગણવામાં આવશે. એ પણ હકીકત છે કે, ભૂતકાળ ક્યારેય પાછો આવતો નથી તે સમયગાળામાં બનેલી ઈમારતો અને લખાયેલું સાહિત્ય એને કાયમ માટે જીવંત રાખે છે.

- Advertisement -

સૌરાષ્ટ્રના પેરીસની જેને ઉપમા મળી છે. તેવા નવાનગરથી સ્થાપના થયેલ હાલના જામનગર શહેરમાં અનેક હેરીટેજ ઈમારતો આવેલા છે. જૈ પૈકી કેટલી ઈમારતોને જામનગર મહાનગર પાલિકા દ્વારા રીનોવેશન કરવામાં આવેલ છે. મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અંદાજે 45 કરોડના ખર્ચે ભુજીયો કોઠો, લાખોટા કોઠો, ત્રણ દરવાજા અને ખંભાળીયા ગેઈટને તેના મુળ સ્વરૂપ જાણવીને રીનોવેશન કરવામાં આવેલ છે. આગમી દિવસો અન્ય કેટલીક ઈમારતોને રીનોવેશન કરવાનુ આયોજન મનપા દ્વારા કરવામાં આવેલ છે

- Advertisement -

વિશ્વ વિરાસતના સ્થળોને કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને તેની પ્રાચીન સંસ્કૃતિના મહત્વપૂર્ણ પ્રતીક ગણવામાં આવે છે. હાલ ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. આમાંથી 35 સાંસ્કૃતિક છે, સાત કુદરતી છે, અને એક મિશ્ર પ્રકારનું છે. મધ્યપ્રદેશમાં કુલ 3 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે, જેમાં ખજુરાહોના મંદિરોનો સમુબ, સાંચીનો સ્તુપ અને ભીમબેટકા ખડક ચિત્રોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ ટુરિઝમ આ વિશ્વ વારસા દિવસની ઉજવણી તેની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ખાતે કરી છે.

પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મુખ્ય સચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે અમે યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોની કાયમી યાદીમાં મધ્યપ્રદેશના વધુને વધુ સ્થળોનો સમાવેશ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. મધ્યપ્રદેશ પુરાતત્વીય, ભૂસ્તરશાસ્ત્રીય અને કુદરતી મહત્વના સ્થળોથી સમૃદ્ધ છે. અમે તેમને પ્રોત્સાહન આપવા અને યુનેસ્કોની કાયમી યાદીમાં સામેલ કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ.

- Advertisement -

વિશ્વ વારસા દિવસની ઉજવણીની શરૂઆત
૧૯૮૨માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન સ્મારકો અને સ્થળો (ICOMOS) એ યુનેસ્કો સમક્ષ ૧૮ એપ્રિલને વિશ્વ વારસા દિવસ તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૧૯૮૩માં યોજાયેલી તેની ૨૨મી પરિષદમાં યુનેસ્કો દ્વારા આ વિચારને સમર્થન આપવામાં આવ્યું હતું.

ખજુરાહો મંદિરોનો સમુહ
ખજુરાહો સ્મારકોનો સમૂહ એ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત મંદિરોનો સમૂહ છે. જે હિન્દુ અને જૈન સ્મારકોનો સમૂહ છે. ખાહુરાહોના મોટાભાગના મંદિરો ચંદેલ રાજવંશ દરમિયાન ૯૫૦ થી ૧૦૫૦ એડી વચ્ચે બંધાયા હતા. હાલમાં આમાંથી ફક્ત 25 મંદિરો બાકી છે જે 6 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. ખજુરાહો સ્મારકોના જૂથને 1986 માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

સાંચી સ્તુપ
સાંચી ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી. પૂર્વોત્તરમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે ના કાળ ની છે. અહીં એક મહાન સ્તૂપ સ્થિત છે. આ સ્તૂપ ને ઘેરતા ઘણાં તોરણ પણ બનેલા છે. આ પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને સાહસના પ્રતીક છે. સાંચી નો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી, ઈ.પૂ. માં બનાવડાવ્યો હતો. આ સ્મારક ૧૯૮૯ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત થયો છે.

ભીમબેટકા ખડક ચિત્રો
ભીમબેટકા મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક પુરાપાષાણિક આવાસીય પુરાસ્થલ છે. આ આદિ-માનવ દ્વારા બનાવાયેલ શૈલ ચિત્રો માટે પ્રસિદ્ધ છે. આ શૈલચિત્ર લગભગ દસ હજાર વર્ષ જૂના છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન મહાભારતના ચરિત્ર ભીમ સાથે સંબધિત છે તેથી જ આ સ્થળનું નામ ભીમબેટકા પડ્યું. આની શોધ વર્ષ ૧૯૫૭-૧૯૫૮ માં ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરાઈ હતી. ભીમ બેટકા ક્ષેત્રને ૨૦૦૩ માં યુનેસ્કો તરફથી વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કર્યું હતું.

યુનેસ્કોની કામચલાઉ યાદીમાં પણ સમાવિષ્ઠ છે મધ્યપ્રદેશની 15 સાઈટ્સો
યુનેસ્કો દ્વારા દર વર્ષે કાયમી હેરિટેજ સાઈટની જાહેરાત કરવામાં આવે છે, તેની સાથે તેમની કામચલાઉ યાદી પણ જાહેર કરવામાં આવે છે. ભારતમાંથી કુલ 62 વારસાને હાલ કામચલાઉ યાદીમાં સમાવિષ્ઠ કરવામાં આવી છે, જેમાં મધ્યપ્રદેશની 15 સાઈટો છે. જે ગ્વાલિયર કિલ્લો (2024), બુરહાનપુરમાં ખૂની ભંડારા (2024), ચંબલ ખીણના રોક આર્ટ સાઇટ્સ (2024), ભોજેશ્વર મહાદેવ મંદિર (2024), રામનગરના ગોંડ સ્મારકો (2024), ધમ્નારનો ઐતિહાસિક સમૂહ (2024), માંડુ ખાતે સ્મારકોનો સમૂહ (1998), ઓરછાનો ઐતિહાસિક સમૂહ (2019), નર્મદા ખીણમાં ભેદાઘાટ-લમેટાઘાટ (2021), સતપુરા ટાઇગર રિઝર્વ(2021), ચંદેરી (2014) તેમજ તાજેતરનું સીરીયલ નોમિનેશનમાં મૌર્ય માર્ગો પર અશોકન શિલાલેખ સ્થળો (2025), ચૌસઠ યોગિની મંદિરોનું સીરીયલ નોમિનેશન (2025), ઉત્તર ભારતમાં ગુપ્ત મંદિરોનું સીરીયલ નોમિનેશન (2025) અને બુંદેલાઓના મહેલ-કિલ્લા (2025)નો સમાવેશ થાય છે.

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular