જામનગર શહેરમાં રખડતા ઢોર મુદ્દે જામ્યુકો દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે અને ઘાસચારો જપ્ત કરવામાં આવી રહ્યો છે. આ અંગે માલધારીઓ દ્વારા આજે રેલી યોજી હતી અને શહેર ભાજપા કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખને આ અંગે રજૂઆત કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર મુદે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે પશુપાલકોને તેમના પશુઓ જાહેરમાં ન છોડવા તાકીદે કરવામાં આવ્યા બાદ છેલ્લાં બે થી ત્રણ દિવસથી ઘાસચારો જપ્ત કરવામાં આવે છે. જેને લઇ માલધારીઓ દ્વારા આજરોજ વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. માલધારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી યોજી હતી અને શહેર ભાજપા કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. શહેર ભાજપા પ્રમુખ બિનાબેન કોઠારીને પશુધનના ચારાને જપ્ત ન કરવા રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસ પણ દોડી ગઇ હતી.


