Friday, December 5, 2025
Homeરાજ્યહાલારશિવરાજપુર બીચના પાર્કિંગ નજીકથી કન્ટેનરોમાંથી ચોરી

શિવરાજપુર બીચના પાર્કિંગ નજીકથી કન્ટેનરોમાંથી ચોરી

નળ, ટોયલેટ કમ્બોર્ડ સહિતનો સામાન ચોરી થયાની ફરિયાદ : રૂા.9 લાખ જેટલી નુકસાની કરી હોવાનું પણ જાહેર

શિવરાજપુર બીચના પાર્કિંગ પાછળ રાખવામાં આવેલ ક્ધટેનરોમાંથી નળ, ટોયલેટ કમ્બોર્ડ સહિત 90 હજારથી વધુના માલસામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. તેમજ ચાર ક્ધટેનરોમાં પીઓપી, વાયર સહિતના સામાનોમાં તોડફોડ કરી રૂા.9 લાખ જેટલી નુકસાની કરી હોવાનું પણ જાહેર થયું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા નજીક આવેલા જાણીતા શિવરાજપુર બીચના છેલ્લા પાર્કિંગની પાછળના ભાગમાં રાખવામાં આવેલા ક્ધટેનરોમાંથી કોઈ તસ્કરો ગત તા. 14 માર્ચથી 22 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા 35,000 ની કિંમતના જેગુઆર કંપનીના 10 નળ તેમજ રૂપિયા 60 હજારની કિંમતના કુલ છ ઇન્ડિયન ટોયલેટ કમ્બોર્ડની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ કંપની કર્મચારી એવા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મૂળ રહીશ પટેલ નિકુંજભાઈ પ્રવીણભાઈ નશીત દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ચોરી કરતી વખતે ચાર ક્ધટેનરમાં પી.ઓ.પી., ઇલેક્ટ્રીક વાયર, બોર્ડ, વિગેરેમાં પણ તોડફોડ કરી, આ ક્ધટેનરોમાં કુલ રૂપિયા 9,00,000 જેટલી નુકસાની કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular