જામનગર તાલુકાના વીજરખી ગામના બસ સ્ટેન્ડ નજીકથી કારમાં પસાર થતા યુવાનને સામેથી કાર આવતા બોલાચાલી થવાથી છ શખસોએ યુવાન ઉપર લાકડી વડે તથા ઢીકાપાટુનો માર મારી કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર રેલવે સ્ટેશન પાસે ગાંધીનગર વિસ્તારમાં રહેતાં પરાક્રમસિંહ બહાદૂરસિંહ જાડેજા આધેડ મંગળવારે રાત્રિના સમયે જીતેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ સાથે જીજે-18-બીઆર-0034 નંબરની કારમાં વીજરખી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન સામે આવી રહેલી જીજે-06-એફકયુ-4222 નંબરની કારના ચાલક સાથે ગાડી લેવા બાબતે બોલાચાલી થતા સ્વીફટમાંથી શૈલેષ ધના લોખીલ, દિનેશ બીજલ લોખીલ, હેમંત વશરામ લોખીલ, અશ્વિન ધના લોખીલ, મનુ મેરા લોખીલ, દિનેશ ખેંગાર લોખીલ નામના શખ્સોએ ધોકો તથા લાકડીના નીચે ઉતરીને પરાક્રમસિંહ ઉપર હુમલો કરતા પરાક્રમસિંહ નીચે પડી ગયા હતાં ત્યારબાદ ઢીકાપાટુનો મારમારી રોડ પર ઢસડયા હતાં. અને ત્યારબાદ અન્ય બે શખ્સો આવી જતા પરાક્રમસિંહને ઢીકાપાટુનો માર મારી કારનો આગળનો કાચ તોડી નાખી ઈજા પહોંચાડી હુમલો કરી હુમલાખોરો નાશી ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણના આધારે હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે પરાક્રમસિંહના નિવેદનના આધારે વીજરખીના છ શખસો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.


