જામનગર શહેરમાં પંચવટી સર્કલ નજીકથી એલસીબીની ટીમે સગીરને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી સર્કલ પાસેથી સગીર ચોરાઉ બાઈક સાથે પસાર થવાની એલસીબીના મયુદીનભાઈ સૈયદ, અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, ઈન્ચાર્જ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, હેકો હાર્દિકભાઈ ભટ્ટ, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ધમેન્દ્રભાઈ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે-11-એએલ-6187 નંબરના 25000 ની કિંમતના ચોરાઉ બાઇક સાથે પસાર થનાર સગીરને આંતરીને પૂછપરછ કરતા આ બાઈક જામનગર શહેરમાં સિટી બી ડીવીઝન વિસ્તારમાંથી ચોરી કર્યાની કેફિયત આપતા પોલીસે બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


