જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા સોનલનગરમાં રહેતાં દિનેશભાઈ રાઠોડ નામના યુવાનની પુત્રી ભારતીબેન રાઠોડ (ઉ.વ.18) નામની યુવતી ગત તા.24 ના રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપતા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, યુવતીનો પતો લાગ્યો ન હતો. જેથી આખરે આ અંગેની જાણ સિટી સી ડિવિઝનમાં કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મધ્યરાત્રિના લાપતા થયેલી અપરિણીત યુવતીની શોધખોળ માટે મિત્રો – વર્તુળો અને સગા સંબંધીને ત્યાં તપાસ આરંભી હતી.


